Wednesday, January 26, 2011

આ વીડિયો અત્યાર સુધી 6 કરોડ વખત જોવાઈ ચૂક્યો છે


યુ ટ્યુબ પર આવતા જ આ વીડિયો ખાસ્સો લોકપ્રિય બની ગયો હતો

યુટ્યુબ પર મોસ્ટ પોપ્યુલર વીડિયો સર્ચ કરતા બેટલ એટ ક્રુગર નામનો એક વીડિયો ડિસ્પ્લે થાય છે. મે 2007માં પોસ્ટ થયેલો આ વીડિયો અત્યાર સુધી 6 કરોડ વખત જોવાઈ ચૂક્યો છે. 8 મિનિટના આ વીડિયોમાં દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં આફ્રિકન ભેંસો તથા સિંહના ટોળા અને એક-બે મગરમચ્છ વચ્ચેની ફાઇટ દેખાડવામાં આવી છે. તે વીડિયોગ્રાફર ડેવિડ બુંડજિસ્કી દ્વારા શૂટ કરવામાં આવી છે.

આ વીડિયોમાં ભેંસોનું એક ઝૂંડ પાણી તરફ આગળ વધતું દેખાય છે, જેના પર હુમલો કરવા માટે સિંહ ટાંપીને બેઠા છે. અન્ય ભેંસો તો ભાગી જાય છે, પણ એક બચ્ચુ બિચારુ ફસાઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે કેટલીય વાર સુધી સિંહના મોંમાં રહેવા છતાં આ બચ્ચુ બચી જાય છે. આ બચ્ચાને લઈને સિંહનું ઝૂંડ પાણીમાં જાય છે, જ્યાં મગર તેમની પાસેથી આ બચ્ચું છીનવી લે છે. ત્યાં પાછું આ બચ્ચુ મગરના મોંમાં આવી જાય છે. સિંહનું આખુ ઝૂંડ પાછુ આ બચ્ચુ મગરના મોંમાંથી છીનવી લે છે. જો કે ભેંસોનું એક ઝૂંડ પાછુ આવીને પોતાના બચ્ચાને સિંહના સકંજામાંથી બચાવી લે છે.

યુ ટ્યુબ પર આવતા જ આ વીડિયો ખાસ્સો લોકપ્રિય બની ગયો હતો. આ વીડિયો પર ટાઇમ મેગેઝિને એક લેખ પણ પ્રકાશિત કર્યો હતો. એટલું જ નહીં નેશનલ જિયોગ્રાફિક ચેનલે પણ આ ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી.



No comments: