Thursday, February 10, 2011

માનવી ને માનવી ની જાત ખટકે છે

ધર્મો ના ભેદભાવ પર મુસ્તાક ના રહો,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
દાણા ની સંગે દોરી નું હોવું છે ફરજીયાત,
તસ્બી ને પણ જનોઈ વિના ચાલતું નથી.
કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો,
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
કોઈ ને નાત ખટકે છે, કોઈ ને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
નથી એ ધર્મ ના ટીલા કલંકો છે મનુષ્યો ના
વિરાટો ના લલાટે અલ્પતા ની ભાત ખટકે છે,
વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!!!!!

Wednesday, February 9, 2011

Tidal Wave

તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."

પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."

પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."

પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."

બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."

પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"

બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."

પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…"

પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."

પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"

મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

Monday, February 7, 2011

~::પ્રશ્નોપનિષદ:: ~

લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?

અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.

- ગુણવંત શાહ

કોઈ ખબર પડે નહિ આવે જનારની.

કોઈ ખબર પડે નહિ આવે જનારની.
બસ આટલીજ વાર્તા છે ખુલ્લા દ્વારની.

સ્વપ્નોના સૂર્ય લઈને અમે એમ સૂઈ ગયા;
ઉઠ્યાતો ઓળખાણ પડી નહિ સવારની.

પડછાયા રોકવાનું ભલે કોઈ ફળ મળ્યું નહિ,

એકલતાને ઓથ મળી અંધકારની.

ઓળંગ્યા સર્વ પહાડ-નદી,દરિયા,વન ને ઘાટ,

ભીડ તૂટતી નથી તારા વિચારની

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ.....

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ !

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ.

આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ !

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા, ને ઊડતા લાખેણા લાડ.

લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ !

-ભાસ્કર વોરા

Sunday, February 6, 2011

rajivdixit


स्वदेशी के प्रखर प्रवक्ता, राष्ट्रीय चिंतक ,जुझारू व सत्य को दृढ़ता से रखने के लिए पहचाने जाने वाले भाई राजीव दीक्षित का निधन भिलाई (छतीसगढ़ ) में 30 नवम्बर 2010 को हुआ । राजीव भाई भारत स्वाभिमान यात्रा के अंतर्गत छत्तीसगढ़ प्रांत के प्रवास पर थे । अंतिम दर्शन के लिए उनका पार्थिव शरीर पतंजलि योगपीठ में रखा गया था । अंतिम दर्शन के फोटो भाई राजीव दीक्षित का अंतिम संस्कार कनखल (हरिद्वार) में 1 दिसंबर 2010 को किया गया । राजीव भाई के अनुज प्रदीप दीक्षित ने उन्हे मुखाग्नि दी । परम पूज्य स्वामी रामदेवजी महाराज व आचार्य बाल कृष्ण ने राजीव भाई के निधन पर गहरा दुख व्यक्त किया है । सम्पूर्ण देश में 1 दिसंबर को 3.00 बजे श्रद्धान्जली सभा का आयोजन किया गया

પ્રેમપત્ર


પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખુંમૌનની સરગમ લખું.  
તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું. 
પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.
રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.
દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું. 
આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.
- ‘ઊર્મિ’