Saturday, April 30, 2011

હળવા થાવ હસી ને.

ગ્રાહક : ‘અલ્યા, ક્યારનો રાહ જોઉં છું. હજી ખાવાનું નથી બન્યું ?’
વેઈટર : ‘સાહેબ, ખાવાનું તો ત્રણ દિવસથી બનેલું છે. ગરમ કરી રહ્યા છે, હમણાં લાવ્યો બસ…..’
*******
સંતા : ‘અરે ભગવાન, ગડ્ડીમેં પેટ્રોલ ખતમ હો ગયા….. અબ યે આગે નહીં જા પાયેગી…..’
બંતા : ‘તૂ ભી ના યાર !….. જરા પેટ્રોલ ચેક કરકે નીકલના ચાહિયેના…… મૂડ ખરાબ કર દિયા…. ચલ અબ પીછે લે લે…. ઔર ક્યા વાપસ જાએંગે…..’
*******
પુરુષ : ‘તારી સાથે ગાળેલી એક એક ક્ષણ મારા માટે મોતી સમાન છે.’
સ્ત્રી : ‘મને કોઈ ગળે પડે એ ગમતું નથી !’
*******
‘મારું કુટુંબ એક રાષ્ટ્ર જેવું છે.’ મિ. બ્રાઉને પોતાના સહકર્મચારીને કહ્યું, ‘મારી પત્ની નાણાંપ્રધાન છે. મારી સાસુ ગૃહપ્રધાન છે અને મારી દીકરી વિદેશ પ્રધાન છે.’
સહકર્મચારી : ‘અરે વાહ ! તારી શી સ્થિતિ છે ?’
‘હું પ્રજા છું. દર મહિને કરવેરો આપું છું !’
*******
સુધીર : ‘મારી દીકરીના સંગીત કલાસ મને ફળ્યા.’
સુનીલ : ‘એ કેવી રીતે ?’
સુધીર : ‘મારા પાડોશી તેમનો ફલેટ મને અર્ધી કિંમતમાં વેચી રહ્યા છે !’
*******

પત્ની : ‘હું તમારું ઘર છોડીને કાયમી ધોરણે મારા પિયર ચાલી જાઉં એ પહેલાં તમારે છેલ્લે છેલ્લે કંઈ કહેવું હોય તો ફાટો મોઢામાંથી….’
પતિ : ‘ટેક્સી…..’
*******
મકાનમાલિક : ‘હું તને ભાડું ચૂકવવા ત્રણ દિવસની મુદત આપું છું.’
સંતા : ‘ઠીક છે ભાઈ, હું હોળી, દિવાળી અને ક્રિસમસ એ ત્રણ દિવસ પસંદ કરું છું.’
*******
સંતા, બંતા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા :
‘તીન સવારી મના હૈ.’
બંતા કહે : ‘પતા હૈ. ઈસિલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈ !’
પોલિસ : ‘તો ઠીક હૈ !’
*******
એક ઉંદર અને એક બિલાડીની સગાઈની વાત ચાલતી હતી. ઉંદરના ઘરવાળા બિલાડીના ઘેર છોકરી જોવા આવ્યા. બિલાડી હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈને શરમાતી શરમાતી આવી. બધાએ બિલાડીને જોઈ. પછી ઉંદરવાળા ઘરે પાછા ગયા. બે દિવસ પછી કહેવડાવ્યું :
‘અમને છોકરી પસંદ નથી.’
‘કેમ ?’
‘એને તો મૂછો છે !’
*******

સંતા ટ્રેનમાં જતો હતો. ટ્રેનમાં એક ટાઈમપાસની ચોપડી વેચતો ફેરિયો આવ્યો. સંતાએ કહ્યું કે, ‘એ બધું ઠીક પણ તારી પાસે કોઈ જોરદાર પુસ્તક છે ?’
ફેરિયાએ કહ્યું : ‘એક છે પણ તમે એ વાંચી નહીં શકો. બહુ જ ભયંકર વાર્તા છે એટલે કે હોરર સ્ટોરી છે.’
સંતા કહે : ‘અરે હું તો કોઈ વાર્તાથી નથી ડરતો.’
ફેરિયો : ‘એ તો વાંચશો એટલે ખબર પડશે. પણ એ જોરદાર પુસ્તકની કિંમત 3000 રૂ. છે.’
સંતા કહે : ‘હું કંઈ કિંમતથી નથી ગભરાતો’ એમ કહીને સંતાએ રૂ. 3000 આપીને એ પુસ્તક ખરીદ્યું. ફેરિયાએ જતાં જતાં કહ્યું : ‘ભલે ગમે તે થાય પણ પુસ્તકનું છેલ્લું પાનું કદી ના વાંચતા, નહીં તો ગજબ થઈ જશે !’
સંતા ચોપડી વાંચવા લાગ્યો. ઠીક ઠીક હોરર હતી પણ સંતાને થયું કે એવું તે છેલ્લા પાને શું હશે કે જે વાંચતા ગજબ થઈ જશે ? સંતા ધીમે ધીમે ચોપડી વાંચતો ગયો. આખી ચોપડી પૂરી થઈ અને હવે છેલ્લું પાનું બચ્યું હતું, જેની આગળની સાઈડ કોરી હતી. હવે ? એની પાછળની બાજુએ શું લખ્યું હશે ? આખરે સંતાથી ના રહેવાયું. એણે ખોલીને વાંચી જ લીધું અને વાંચતાની સાથે એના હોશકોશ ઊડી ગયા ! કારણ કે ત્યાં લખ્યું હતું : ‘કિંમત 30 રૂપિયા !’
*******
સંતા : ‘મારું ઘર એટલું મોટું છે કે અંદર લોકલ ટ્રેન ચાલે છે.’
બંતા : ‘મારું ઘર એટલું મોટું છે કે ફોન પર વાત કરતાં કરતાં બીજા છેડે પહોંચી જાઉં તો રોમિંગ ચાર્જ લાગે છે !’
*******
એક રીક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કા ઈન્તેજાર….’
અચાનક પાછળથી એક ટ્રક આવીને રીક્ષાને હવામાં ઉછાળી મૂકી. એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ કે !’
*******
યમરાજ સો લોકોને યમલોક લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં નારદજી મળી ગયા.
નારદજી : ‘આ શું યમદેવ, આટલા બધા એક સાથે ?’
યમરાજ : ‘મુનિરાજ, માર્ચ એન્ડિંગ છે, ટાર્ગેટ તો પૂરું કરવું જ પડે ને !’
*******
એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !
*******
‘મારા પુત્રના બંને લગ્ન નિષ્ફળ નીવડ્યાં.’
‘કેવી રીતે ?’
‘તેની પહેલી પત્ની કોઈની સાથે ભાગી ગઈ… અને આ બીજી કોઈની સાથે ભાગી જતી નથી !’
*******
વકીલ : ‘તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.’
પતિ : ‘પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : ‘જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?’
*******
======================================================================

છગન : ‘એંશી વરસની ઉંમરે પણ…. મારા દાદા દરરોજ સવારે દસ કિલોમીટર દોડવા જાય છે.’
મગન : ‘પછી સાંજે શું કરે ?’
છગન : ‘દોડીને પાછા આવે.’
*************
નટુ : ‘જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ ત્રણ વસ્તુ ભુલાતી જાય છે.’
ગટુ : ‘કઈ ત્રણ ?’
નટુ : ‘યાદ નથી.’
*************
છગનબાપુ સિગારેટ પીતા’તા.
પટેલે પૂછ્યું : ‘બાપુ, કઈ સિગારેટ પીવો છો ?’
બાપુ : ‘ટુ સ્ક્વેર’
પટેલ : ‘પણ બાપુ, એવી તો કોઈ સિગારેટ જ નથ્ય…. ફોર સ્ક્વેર હાંભળી છે….’
બાપુ : ‘તે આ એનું ઠૂંઠું છે અલ્યા….’
*************
યુદ્ધમાં સંતાએ બુલેટપ્રૂફ જેકેટની જગ્યાએ મચ્છરદાની વીંટાળી.
બંટા : ‘ક્યૂં મચ્છરદાની પહેની ?’
સંતા : ‘જિસમેં મચ્છર નહીં ઘૂસ સકતે, ઉસમેં ગોલી કૈસે ઘૂસેગી યારા…..’
*************

સંતા : ‘બોર હો ગયા હું…’
બંતા : ‘ક્યું ક્યા હુઆ ?’
સંતા : ‘યહ રામદેવજી ભી ના…. શાદી નહીં કિ ઈસલિયે રોજ કહેતે હૈ : અચ્છી સેહત કે લિયે રોજ પ્રાણાયામ કરો, અપની સાસ પે કંટ્રોલ કરો. યહાં બીવી બાત નહીં માનતી તો સાસ કો ક્યા ખાક કંટ્રોલ કરે ?’
*************
છગન : ‘હું નાનો હતોને ત્યારે મારી બા મને બજારમાં મોકલતાં હતાં. રૂ. 10માં હું કરિયાણું, શાકભાજી, દૂધ ને થોડો ઘણો નાસ્તો પણ લઈ આવતો.’
દીકરો : ‘બાપુ, ઈ જમાના ગયા….. હવે એવું નો બને. હવે બધી જગ્યાએ કેમેરા લાગેલા હોય છે !’
*************
બોસ : ‘મારે મારી આજુબાજુ જીહજૂરિયા માણસો નથી જોઈતા.’
અધિકારી-1 : ‘સાચી વાત !’
અધિકારી-2 : ‘એકદમ ખરું !’
અધિકારી-3 : ‘તમે બરાબર વાત કહી !’
*************
નાથુભા બાપુએ મગનને પૂછ્યું : ‘કાં બાપુ, આજકાલ ધંધાપાણી કેવાક ? શાના ધંધામાં ?’
બાપુ : ‘અરે એકદમ ફર્સ્ટ કલાસ.’
મગન : ‘બાપુ, શાનો ધંધો કરો છો ?’
બાપુ : ‘વુડન આર્ટિકલ્સ….’
મગન : ‘એટલે ?’
બાપુ : ‘દાતણ.’
*************
સંતા : ‘મેરે પાસ ટ્વીટર હૈ, ફેસબુક હૈ, ઓરકુટ હૈ, ગુગલટૉક હૈ, એમએસએન હૈ…. તુમ્હારે પાસ ક્યા હૈ ?’
બંતા : ‘મેરે પાસ કામ હૈ !’
*************
પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી : ‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ ગોરો, બાળકો નથી.)
*************
‘અરે દોસ્ત, રાજુ ઉપર જબરજસ્ત મુસીબત આવી પડી છે. તને ખબર છે કે નહિ ?’
‘ના. શું થયું ?’
‘મારી પત્ની એની જોડે ભાગી ગઈ !’
*************
બંતા ટેક્સીમાં જતો હતો. અચાનક ટેક્સીવાળો બોલ્યો : ‘અપની ટેક્સી કા બ્રેક ફેઈલ હો ગયા હૈ !’
બંતા કહે છે : ‘ઓય ફિકર મત કર, અગલી બાર પાસ હો જાયેગા !’
*************
વગર ટિકિટે બસમાંથી ઉતરીને ભાગવા જતાં કડકાસિંહનો પગ મચકોડાઈ ગયો. લંગડાતા ઘરે આવીને કડકાસિંહે એના દીકરાને કહ્યું : ‘જા, પડોશમાંથી આયોડેક્સની શીશી લયાવ….’
દિકરાએ કહ્યું : ‘ઈ નથી દેવાના…’
કડકાસિંહ બબડ્યા : ‘કેવા કંજુસ પડોશી હાર્યે ગુડાણા છીએ ! ઠીક છે, જા આપણી શીશી લયાવ….’
*************
‘ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કેટલો સમય થયો કહેવાય ?’
‘ઘડિયાળ રીપેર કરાવવાનો….!’
*************
પતિ : ‘તેં નવીન વાનગી બનાવી છે, તે કાચી કેમ લાગે છે ?’
પત્ની : ‘મેં તો બરાબર બુકમાં જોઈને બનાવી છે. ફકત તેમાં 4 વ્યક્તિ માટે સામગ્રી અને સમય હતો. તે મેં અર્ધું કરી નાખ્યું, કારણ કે આપણે તો બે જ છીએ !’
*************
રાજુ : ‘મગન, તને એક વાત ખબર છે ?’
મગન : ‘કઈ વાત ?’
રાજુ : ‘ઊંડા શ્વાસ લેવાથી શરીરના વિષાણુઓ મરી જાય છે !’
મગન : ‘પણ યાર, એમને ઊંડા શ્વાસ લેવાનું કહેવું કઈ રીતે ?’
*************
દીકરી : ‘પપ્પા, મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.’
પિતા : ‘એમ ? એની પાસે કેટલા પૈસા છે ?’
દીકરી : ‘તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?’
*************
નેપોલિયન : ‘તને ખબર છે ?’
ગટુ : ‘શું ?’
નેપોલિયન : ‘મારી ડિક્સનેરીમાં ઈમપોસીબલ નામનો શબ્દ જ નથી.’
ગટુ : ‘તો ડિક્સનેરી જોઈને લેવી જોઈએ ને ! જોયા વગર જ લઈ લીધી ?’

Thursday, April 28, 2011

જીવન જીવવાની જડીબુટ્ટી ,


દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હાચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
દરરોજ ઓછામાં ઓછી ૧૦-30  મિનિટ માટે એકાંતમાં બેસો.
દરરોજ  કલાક ઊંધો.
જોશઉત્સાહ અને કરૂણા  ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
નવી રમતો શિખો/રમો..
ગયા વર્ષે કરતાં  વર્ષે વધારે પુસ્તકો વાંચો .
ધ્યાનયોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળોદરરોજ શક્ય  હોય તોઅઠવાડિએ.
જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનુંસ્થાન આપો.
૧૧પુષ્કળ પાણી પીઓ .
૧૨દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩ચર્ચા/નિંદા/કુથલીમાં સમય  બગાડો.
૧૪ભૂતકાળ ભૂલી જાઓખાસ કરીને પતિ/પત્નીની ભૂલોવર્તમાનકાળનો આનંદ લો.
૧૫રાજાની જેમ સવારનો નાસ્તો કરોરાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રેજમો!
૧૬દરેક દલીલની સામે જીતી શકવાના નથીમતભેદ સ્વિકારી લો.
૧૭સરખામણી કરવાનું છોડોખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
૧૮તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧ભગવાન સૌનું ભલું કરશે.
૨૨ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશેદલાશે જરૂર.
૨૩માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે ાટે મિત્રોનાસંપર્કમાં રહો.

૨૪નકામીનઠારી અને જેમાંથી આનંદ  મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫
 . ઈર્ષા સમયનો બગાડ છેતમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬
ઉત્તમ હજી આવવાનું બાકી છે.

જીવન શું છે ? – ફાધર વાલેસ


જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.