Tuesday, January 25, 2011

"કેમ છો, મજામાં?"


મંદિર માં બેસી, છપન્નભોગ આરોગી, ઓડકાર ખાધો,
મંદિરે આવ્યો એક બાળ નાનો, ભૂખ્યો, લઘરવઘર. ગરીબ, બિચારો,
ને તેં , તેને પૂછી નાખ્યું, "કેમ છો મજામાં?"
મંદિરો ના ટ્રસ્ટીઓ બધા, બની બેઠા છે, ભગવાન,
ને તને વેચે છે રોકડા રૂપિયામાં,
ને પાછા તને જ પૂછે છે, "કેમ છો,મજામાં?"
મંદિર બહાર તારો પ્રસાદ વેચાય છે, ને અંદર તું,
ટીકીટો માં, ને રોકડા રૂપિયા માં,
લાવ હું તનેજ પૂછું, "કેમ છો, મજામાં?"
ગાંધીજી ગયા ઉપર, પણ તેને વટાવી ખાનારા,
તકસાધુ નેતાઓ પ્રજાને પૂછે છે, "કેમ છો, મજામાં?"
એક દિવસ એવો જરૂર આવશે, કે નેતાઓ જશે જેલ માં,
ને પ્રજા એને પૂછશે, "કેમ છો, મજામાં?"
પોતાના સ્વાર્થ ખાતર જંગલો કાપી, ફોટા પડાવે વૃક્ષારોપણ ના,
પછી એજ પાછા તૂટેલી ડાળોને પૂછે છે, "કેમ છો, મજામાં?"
લોકોને વેજીટેબલ નો વ્હેંત નથી, ને તારે કિલો ઘી જોયે છે દીવા માં ,
પાછો અમને પૂછે છે, "કેમ છો, મજામાં?"
લોકો ને લંગોટી નો વ્હેંત નથી, ને તારે બાવન ગજ જોઈએ છે તારી ધજા માં,
જવા દે "પ્રવીણ" તને એ નહિ પૂછે, "કેમ છો, મજામાં?"

સ્વરચિત -પ્રવીણ બુદ્ધ લખ્યું તા. ૨૦.૦૯.૦૬



2 comments:

Yogendra said...

bahu jabar dast vat kari che ho pravinbhai....hu tamara vicharo thi ek dum sahmat chu

KAN Sarabhai said...

પ્રવિણભાઇ, તમેતો મજામાં ને મજામાં, ઉપર વાળાને, મંદિરની અંદરવાળાને, સજા આપી દીધી...સજા આપ્યા પછી હવે કોઇ નહિં પૂછે...કે છો...મજામાં ને ??