Wednesday, January 26, 2011

છેવટના મિત્રો ક્યાં છે?


હવે ‘તું’ કહેવાનો વહેવાર પણ ક્યાં છે? કેટલાકને તું કહીએ છીએ, કેટલાકને છળ-કપટ-કાવાદાવા-પ્રપંચ-જુઠ્ઠાણું-દગો આ બધું કોઠે પડી ગયું હોય છે. છરી વિના જીવી ન શકે. મૈત્રી હોય ત્યારે આપેલી ભેટો, મૈત્રી ન રહે ત્યારે પરત કરવાને બદલે આ છરી જ પાછી આપવાનો હવે એક માત્ર અર્થ છે. છરી તો પ્રતીક છે પણ આ પ્રતીકનો ઉપયોગ કવિએ નાટ્યાત્મક રીતે કર્યો છે. ઓજાર પણ કેવું? ચળકતું, ચોખ્ખું અને ધારદાર. આરપાર ભોંકનારની છરી તો બહારથી હંમેશાં સ્વચ્છ જ હોય છે, ચોખ્ખીચપટ હોય છે. 
 તમારું તમને ને શોભા અમને-એ રીતે છરી પાછી સુપરત કરે છે અને પછી કહે છે કે લગભગ નવા જેવી જ છે.

મિત્રને છરી પાછી આપતાંઆ લ્યો તમારી છરીજેની તમને ખોટ ન સાલવી જોઈએએવું તમારું ઓજારચળકતું, ચોખ્ખું અને ધારદારલગભગ નવા જેવું જમારી પીઠે એને જરીક પણ નુકસાન પહોંચાડ્યું નથી- એલ્ડર ઓલ્સન
અમેરિકાના કવિ એલ્ડર ઓલ્સનનું આ કાવ્ય છે નાનકડું પણ એની વેદના બ્રહ્માંડ જેટલી છે. મિત્રએ કરેલો જખમ એ આ કાવ્યનો વિષય છે. અભિવ્યક્તિમાં નર્યો કટાક્ષ છે, પણ એ કટાક્ષ પોતાનાં જ આંસુની કબર પર ફૂલ મૂકવા જેવો છે. વફાદારી વિરલ છે. બેવફાઈ તો જાણે રોજિંદી ઘટના છે. ‘ફિરાક’ ગોરખપુરીનો એક શેર યાદ આવે છે:
હમસે ક્યા હો સકા મુહબ્બત મેંતુમને તો ખૈર, બેવફાઈ કી

માણસ જન્મે છે ત્યારથી જ સંબંધોના સરોવર રચાતાં હોય છે. જેમ જેમ માણસ મોટો થતો જાય છે, ‘સમજણો’ થતો જાય છે, તેમ તેમ એ સરોવરમાં કમળની જગ્યાએ વમળ ખીલે છે. અનેક સંબંધોની વચ્ચે મૈત્રી એક પરમ-પવિત્ર વસ્તુ છે. 

જીવનની કરુણતા એ હોય છે કે મિત્ર જીવતો રહે છે અને મૈત્રી મરી જતી હોય છે. એવું વાંચ્યાનું યાદ છે કે મૈત્રી મૃત્યુ પામે એનાં કરતાં મિત્ર મૃત્યુ પામે એ વધારે ઈચ્છનીય છે. વિશ્વાસઘાત એ જ કરી શકે કે જેનામાં આપણે વિશ્વાસ મૂકીએ. મોટા ભાગનો વિશ્વાસ એ વિષ-વાસ ઘાત હોય છે.

કેટલાક કાવ્યો ખંજર થઈને ભોંકાય છે અને એ કવિની સફળતા છે ને જિંદગીની નિષ્ફળતા છે. કાવ્યના શિર્ષકમાં ‘મિત્ર’ શબ્દને ઈન્વર્ટેડ કોમામાં મૂક્યો છે, બધું જ ઈન્વર્ટ થઈ ગયું છે અને સંબંધ કોમામાં છે.

અનુવાદ કરતી વખતે ‘તારી’ મૂકું કે ‘તમારી’ મૂકું એની મને મૂંઝવણ થતી હતી. પછી મને થયું કે આ તો સંબંધના શબની વાત છે. બધું જ પતી ગયું છે. ક્રૂરતાને કારણે દૂરતા પણ આવી છે. અને ‘તમારી’ મૂકીને સંબંધની દૂરતા સૂચવી છે. જે આપણાં હોય એને આપણે તું કહીએ છીએ. 

હવે ‘તું’ કહેવાનો વહેવાર પણ ક્યાં છે? કેટલાકને તું કહીએ છીએ, કેટલાકને છળ-કપટ-કાવાદાવા-પ્રપંચ-જુઠ્ઠાણું-દગો આ બધું કોઠે પડી ગયું હોય છે. છરી વિના જીવી ન શકે. મૈત્રી હોય ત્યારે આપેલી ભેટો, મૈત્રી ન રહે ત્યારે પરત કરવાને બદલે આ છરી જ પાછી આપવાનો હવે એક માત્ર અર્થ છે. છરી તો પ્રતીક છે પણ આ પ્રતીકનો ઉપયોગ કવિએ નાટ્યાત્મક રીતે કર્યો છે. 
ઓજાર પણ કેવું? ચળકતું, ચોખ્ખું અને ધારદાર. આરપાર ભોંકનારની છરી તો બહારથી હંમેશાં સ્વચ્છ જ હોય છે, ચોખ્ખીચપટ હોય છે. તમારું તમને ને શોભા અમને-એ રીતે છરી પાછી સુપરત કરે છે અને પછી કહે છે કે લગભગ નવા જેવી જ છે. 

‘લગભગ’ સકારણ છે, કારણ કે એકવાર એનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તમે મને ભલે છરી મારી, પણ મારી પીઠે છરીને સહેજ પણ ઈજા નથી પહોંચાડી. મારું કામ તો તમને સાચવવાનું, તમારી છરીને સાચવવાનું, કહેવાતા ને કહોવાતા સંબંધને સાચવવાનું, મારાથી બનતું એટલું કર્યું. 

stab in the back અનુભવ ભારે માર્મિકતાથી, પણ કાયરની જેમ નહીં, મરદની જેમ. કાવ્ય દ્વારા stab in the frontથી આવ્યો છે. આ કાવ્ય પોતે જ છરી છે, બેવફાઈના અનુભવમાંથી તૈયાર થયેલી, છેવટે ‘જિગર’નો એક શેર યાદ કરવાનો અને પૂછવાનું :

બતાઓ ક્યા તુમ્હારે પે ગુજરેઅગર કોઈ તુમ્હી સા બેવફા હો
આવા જ મિજાજનું એક કાવ્ય :ગાળો બોલવાનું મન થાય એવા મિત્રો ક્યાં છે? પાગલની જેમ અસંબદ્ધ વાતો કરવાનું મન થાય એવા મિત્રો ક્યાં છે? હવે તો છે એટેચી સાથે ટાઈ-સૂટમાં કે સફારીમાં ફરતા ધંધાની વાતો કરતાં જમાનાના ખાધેલ-પીધેલ દુર્યોધનના દીધેલ, મિત્રો. નિરાંતે ન્યાય તોળનારા મિત્રો. જોખીજોખીને બોલનારા મિત્રો. બોલીને ફરી જનારા મિત્રો. 
તાળી-મિત્રો, થાળી-મિત્રો. સામાને શું લાગશે એવા વિચાર વિના હલેસાં વિના હોડી હંકારવાનું મન થાય-એવા મિત્રો ક્યાં છે? આપણે બારાત કાઢીએ ત્યારે સામેથી મૈયત લાવે એવા વિધ્નસંતોષી મિત્રો. મિત્રો શોઘ્યા શોધાતા નથી. મૈત્રી એક ઘટના છે. ભીતરની એક રટણા છે. પણ હવે તો મિત્રો પડદાના ને ઘૂંઘટના છે. 

સુખમાં સાથે સૂએ અને દુ:ખમાં સાક્ષીભાવે જોયા ન કરે પણ મનોમન રુએ, આપણી પળેપળને જીવે-એવા છેવટના મિત્રો ક્યાં છે? હવે તો દંતકથા અને કહેવતના છરી, ચપ્પુ અને કરવતના મિત્રો... સત્તા અને મહત્તાના ખુશામત, ખટપટ અને ખત્તાના શતરંજના પ્યાદાના અને પત્તાના બગલ-બાજ અને દગલ-બાજ મિત્રો-છેવટના મિત્રો ક્યાં છે?

No comments: