Monday, August 1, 2011

જો તમે જાગ્રુત મા-બાપ હો તો, આ અવશ્ય વાંચો.


જો તમે જાગ્રુત મા-બાપ હો તો, તમારા બાળકોના દફ્તર,ખીસા,પાકીટ કે નોટબુક અઠવાડિયે એક વાર ફંફોળવાનુ રાખો, ખાસ કરી ને મોબાઇલ , મોબાઇલમાં એ કેવી કેવી ક્લીપો રાખે છે? કેવા એસ એમ એસ   રાખે છે? બીભત્સ ક્લીપો,અશ્લીલ ફોટા  કે ગંદા એસ એમ એસ તો એના મોબાઇલમાં નથી  ને?  આપણે આપણા બાળકો પર અવિશ્વાસ રાખવો જોઇએ એવુ નથી. જમાનો એવો છે. સાવચેતી ની જરૂર  છે.દિકરી હોય કે દિકરો , બંને ના ખીસ્સા તથા મોબાઇલ ચેક કરવાનુ રાખો. દફ્તર કે પાકીટ નો કોઇ પણ ખુણો બાકી ના રાખો. એક્દમ ઝીણવટપુર્વક બારીકાય થી ચેક કરજો.ફક્ત એક જ અઠવાડિયામાં એનું રિઝલ્ટ તમને મળી જશે. તમારો દિકરો કે દિકરો આડે અવળે જતા અટકી જશે. કૈંક કરતા ગભરાશે. હાલમાં વલસાડ્ની એક સ્કુલમાં  વિદ્યાર્થીઓના  મોબાઇલ ચેક કરવામા આવ્યા તો અનેક વિદ્યાર્થીઓના મોબાઇલમાંથી અશ્લીલ ક્લીપો, અશ્લીલ ફોટાઓ તથા ગંદા જોક્સ મળી આવ્યા. ઘણાં વાલી ઓ એ સ્કુલમાં માફી પત્રક લખી આપવું પડ્યું.સુરતની એક સ્કુલમા વિદ્યાર્થીઓના ખીસ્સા ચેક કરતાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી ચાર થી પાંચ હજાર નીકળ્યા. ટ્ર્સ્ટીઓ એ તાત્કાલીક વાલીઓની મીટીંગ બોલાવી નિયમ બનાવ્યો કે વિદ્યાર્થી ઓ પાસેથી વધારે રૂપિયા નીકળશે તો કોઇ સંસ્થામા તેનું દાન કરી રસીદ વાલી ને મોકલી આપવામાં આવશે, તથા જે કોઇ વિદ્યાર્થી પાસેથી મોબાઇલ નીકળશે તેનો મોબાઇલ એક વરસ સુધી સ્કુલના કાર્યમાં વપરાશે અને દર મહિને તેનું બિલ  વાલીને મોકલી આપવામાં આવશે જે વાલી એ ભરવાનું રહેશે. અમારા સહિત દરેક વાલી એ સહર્ષ  આ સુચનનો સ્વીકાર કર્યો. દરેક સ્કુલો તથા વાલીઓ આવી જાગ્રુતિ દાખવશે તો બાળકોનું ભવિષ્ય  સુધરી જશે. છેલ્લા પાંચ વરસમાં વાતાવરણ એટ્લી હદ સુધી બગડી ગયું છે કે જેની તમે કલ્પના સુધ્ધા નથી કરી શકતાં. સમજદાર કો ઇશારા કાફી !
તમારા દિકરા કે દિકરી ને લારી પર પીક્ચરની સીડી લેવા ક્યારેય ના મોકલતાં. જે પિક્ચર ની સીડી જોઇતી હોય તે સીડી તમે જાતે લાવી આપજો. સીડી ની લારી વાળા પીક્ચરની સીડી ફક્ત નામ પુરતી રાખે છે. લારી ની નીચે અશ્લીલ સીડીઓ નો ઢગલો હોય છે. તેઓ જાણી જોઇ ને  હિંદી ફિલ્મની સીડીના બદલે બ્લ્યુ ફિલ્મની સીડી ટીન એજરો ને પકડાવી દે છે. છોકરી ઓ ને સુધ્ધાં.... તેમને બ્લુ ફિલ્મ જોવાની આદત પાડી દે છે. આવું એક વ્યવસ્થિત રેકેટ જ ચાલે છે. બધાં જ જાણે છે....ફક્ત તમારા સિવાય.....
જો તમે મોટા સીટી માં રહેતા હોય તો  તમારું બાળક વાળ કપાવવાં ક્યાં જાય છે એનું ખાસ ધ્યાન રાખો. શક્ય હોય તો તમારા જાણીતા વાળંદ પાસે જ વાળ કપાવવાનો આગ્રહ રાખો અથવા તો તમે પણ સાથે જવાનું રાખો. તમારુ બાળક કોઇ બ્યુટિ પાર્લર ના રવાળે ચઢી જશે તો એની જીંદગી બરબાદ થઇ જશે. કેટ્લાક બ્યુટિ પાર્લરોમાં  મસાજ ના નામે ગલગલિયા કરાવવાની ઓફરો કરવામાં આવે છે. ખાસ કરી ને ટીન એજરો ને....હમણા સુરતમાં લક્ઝરી ગાડીઓ ના લોગો ચોરતા પકડાયેલા સારા સારા ઘરનાં ટીન એજરો  બ્યુટીપાર્લરના રવાડે  ચઢી ને આ શોખ પોષવા ચોરીના રવાડે ચઢી ગયેલા...આ સત્ય હકીકત છે. પછી  તમે જાણો.
મારી વાત કડવી છે પણ એકદમ સત્ય છે. જેને ના ગમતી હોય તે ના વાંચે. એમને એમના બાળકોની ના પડી હોય તો કંઇ નહી. બીજા ને તો પડી છે ને...!

-અશ્વિન ચૌધરી “વિનાયક”

No comments: