Wednesday, September 21, 2011

mobile no for PNR STATUS

ATM >>>>> do read....very important !!!!!


VERY IMPORTANT AND INTERESTING 
 
 
Read carefully
 
WHEN A THIEF FORCES YOU TO TAKE MONEY FROM THE ATM, DO NOT ARGUE OR RESIST,
YOU MIGHT NOT KNOW WHAT HE OR SHE MIGHT DO TO YOU.   WHAT YOU SHOULD DO IS TO
PUNCH YOUR PIN IN THE REVERSE, I..E IF YOUR PIN IS 1254, YOU PUNCH 4521.   
  
  
THE MOMENT YOU PUNCH IN THE REVERSE, THE MONEY WILL COME OUT BUT WILL BE
STUCK INTO THE MACHINE HALF WAY OUT AND IT WILL ALERT THE POLICE WITHOUT THE NOTICE OF THE THIEF. 
EVERY ATM HAS IT; IT IS SPECIALLY MADE TO SIGNIFY DANGER AND HELP. NOT EVERYONE IS AWARE OF THIS. 
  
FORWARD THIS TO ALL YOUR FRIENDS AND THOSE YOU CARE

Tuesday, September 20, 2011

હઈસો ….હઈસો.....

હઈસો ….હઈસો.....
by Vinubhai Patel Vjp on Tuesday, September 20, 2011 at 9:00pm
.... ….સદી ઓ થી આપણે માનવો બે પ્રકારની માનસિકતા( બે વર્ગોમાં વર્ગીકૃત))માં વહેચાયેલા છીએ ….(૧)હું શ્રેષ્ઠ છું ,હું પ્રભાવી છું …બધાનાં ઉપર હું મારો મત થોપી શકું છું ….બાકી બધા મારા મત માં હા જ ભણે …આપણી તો વાત જ ન થાય બોસ્સ ..આવા લોકો પોતાના કરિશ્મા થી અન્યને આંજી નાખવા માટે તલપાપડ હોય છે .. …આ છે ગુરૂતાગ્રંથી ….આવા પ્રકારના લોકોને દૈવ પણ કેટલીક વાર સહાય કરતુ હોય છે .. ..તેઓ સત્તા ,સંપત્તિ યા સ્ટેટસ નાં માલિક પણ હોય છે ….(૨) બીજો વર્ગ છે …..પોતાની જાતને ઓછા નીવડેલ ,ઓછા કાર્યક્ષમ માની બેઠેલા ને એથીય આગળ કદીક પોતે ની:સહાય ,લાચાર ,ઓછી બુદ્ધિ ને ઉતરતું કૌશલ્ય ધરાવે છે એવા “લઘુતા ગ્રથીત ” લોકો …..આવા લોકો સાફલ્ય મેળવવા ,’ઊંચા’ આવવા માટે તત્પર હોય છે કેમકે એમને પોતાના નીચા સ્ટેટસ ની શરમ પણ લાગતી હોય છે ….એ ટલા માટે તેઓ કોઈ પણ શોર્ટ કટ અપનાવવા તૈયાર હોય છે …પોતાનું ભલું થાય એ માટે કોઈનું પણ માર્ગદર્શન મેળવવા આતુર હોય છે …..હવે આવી સ્થિતિ માં મહદઅંશે બને છે એવું કે વર્ગ ૧.પોતે કોઈ પણ પ્રશ્નોનું ઝડપી સમાધાન આપી શકે તેમ છે એવું બતાવી ને પોતાનો પ્રભાવ અન્ય (વર્ગ.૨ )પર પાડવા અને એમ કરી ને તેમને પોતે સહાય કરી છે એમ ઠસાવીને , તેમની લઘુ ગ્રંથી ને એક્સપ્લોઈટ કરીને આવા લોકોને આંજી દેવાનો અને તેમના અનુયાયી બનાવીને પોતાનો મોભો ‘ગુરૂતા’ ઓર ઉંચો રાખવાની તક ઝડપી લે છે …..
સતત મળતી રહેલી અસફલતા ને કારણે હતાશ ને નમાલો બનેલો ,પરિશ્રમ માંથી વિશ્વાસ ગુમાવી બેઠેલો વર્ગ ૨ નો ‘લઘુ’ પેલા વર્ગ ૧ નાં ગુરૂ નાં બાહ્ય આભાસી તેજ (વાણી ,વર્તન,ચમત્કારો ,માહિતી પ્રસારણ )થી આકર્ષાય છે …પોતાના જેવા અન્ય ને પણ આકર્ષે છે …આવી ઘેટા ની માનસિકતા થી પેલો ‘ગુરૂ’ સુપેરે વાકેફ જ હોય છે …એનો દંભ ઓર ખીલે છે ,ફૂલે છે ….ને પછી તો હઈસો ….હઈસોની “ધોબી પછાડ ” વિકસે છે વકરે છે … …આશ્રમો ,મઠો ,ગાદી ઓ , ચેલા-ચેલી ઓ નો આખે આખો ઉદ્યોગ વિકસ્યે જ જાય છે ….. એના માર્કેટિંગ ની વિવિધ યોજના ઓ બને છે …
………હકીકતે આ આખાય ચકડોળ માં ‘આધ્યાત્મ’ ક્યાય હોતું નથી …….હા નિષ્ણાત મેનેજરો ,દિગ્દર્શકો ,સંગીતકારો ,ફોટો ગ્રાફરો ,સ્ક્રીપ્ટ લેખકો ,એદીતારો નાં પુરૂષાર્થ થી આધ્યાત્મ ની એક ટોચની ફિલ્મ અવશ્ય બનાવવા માં આવે છે ….!!….બાકી ભગવવાને તો ક્યારેય આમ જ કરો ,આ જ રસ્તો છે ,આ જ ઉન્નતિની સીડી છે એમ ક્યાય કહ્યું જ નથી …..અરે યોગેશ્વરે તો ગીતામાં પણ સવિસ્તાર કર્તવ્ય સમજાવીને આખરે અર્જુનને પોતાનો વિવેક ,પોતાની બુદ્ધિ થી જ નિર્ણય લેવા કહેલું …..”યથેચ્છાસી તથા કુરૂ ….” …તને જેમ ઠીક લાગે તેમ કર ………પણ અહિયાં આપણી આસપાસ એવું બન્યું છે કે હતાશ ,અસફળ ,પુરૂષાર્થ માંથી વિશ્વાસ ગુમાવી ચુકેલો ,આળસુ થયેલો એક વર્ગ જ્યારે સારાસારની વિવેક શક્તિ પણ ગુમાવી બેસે છે ત્યારે એની લાચારીનો ફાયદો તકવાદી એવો “ગુરૂ” તરીકે સ્થાપિત થવા તત્પર એવો બીજો એક વર્ગ ઉઠાવે છે ……

રાધા રિસાઇ જાય ને કાના ને કાંઇ કાંઇ થાય

રાધા રિસાઇ જાય ને કાના ને કાંઇ કાંઇ થાય
મનાવે વાંસલડીનાં સુરે કાન આધા આધા થાય
કેમ રે મારી શું ભૂલ થઇ ભોળીયો કાન વિચારે
બાલગોપાલ વિનવે તો યે એકના બે ન થાય

શામળીયાના અંતરે શુલ ઉપડે,સુજે ના ઉપાય
નંદલાલ બાલ થઇ નાચે,રાધાને કંઇ ન થાય
કેમ રે મનાવું મારી હ્રદયની રાણી કેમ રિસાઇ?
રાધાના ચરણૉમાં બેસી મદનમોહન શોધે ઉપાય

કાલાવાલા કરે રાધાની સામે નાદાન નંદલાલ
ચતુરનાર નાર સમી રાધા મનોમન કેવી મલકાય
વિનવે દ્વારકાનો નાથ નમણી રાધાને મનાવવા આજ
ચૌરે ને ચૌટે ચર્ચા ચાલે રાધાને મનાવવા શોધો ઉપાય

(નરેશ કે.ડૉડીયા