Friday, January 28, 2011

....આવશે / આદિલ મન્સુરી


જિંદગીમાં એવીયે પળ આવશે
જ્યારે મરવાની ઉતાવળ આવશે.
ફૂલની ક્યારી કે બાવળ આવશે,
જે તમે વાવ્યું તે આગળ આવશે.

વૃક્ષ ધીરજના તમે વાવ્યા કરો,
આવશે ક્યારેક તો ફળ આવશે.
ઝગમગે છે સૂર્ય પેલે પાર પણ
વચ્ચે શંકાના વાદળ આવશે.
ઝાંઝવા પકડી નીચોવી જોઈ લે,
એક ઝરણું વહેતુ ખળખળ આવશે.

છેક છેલ્લે નીકળે અમૃત કદાચ
પહેલાં તો કેવળ હળાહળ આવશે.
ત્યાંજ રોકાઈ જવાનું મન થશે
એક એવું માર્ગમાં સ્થળ આવશે.
પથ્થરો વચ્ચે રહેવાનું મળ્યું
ક્યાંથી સ્પર્શાનંદ કોમળ આવશે
આ નવી હિજરતથી ગભરાઓ નહીં
જ્યાં જશો સાથે જ અંજળ આવશે.

' ખુલજા સિમસિમ ' મંત્ર ભૂલી જાવ તો
દ્વારમાં સંતાળેલી કળ આવશે.

ખુલ્લા હો કે બંધ, ઘરનાં બારણાં,
મૃત્યુ ખખળાવીને સાંકળ આવશે.
મૃત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનુ પણ મનોબળ આવશે.

Wednesday, January 26, 2011

બહુ કે'વાય !

ક્રિકેટરો કરતાં અભિનેતાઓના ભાવ ઓછા !
હમણાં આઈપીએલ માટે ક્રિકેટરોની હરરાજી થઈ એમાં ક્રિકેટરોને જે રૃપિયા મળ્યા એ આપણા અભિનેતાઓને મળતા રૃપિયા કરતાં ચાર ગણા વધુ છે.
દા.ત. ગૌતમ ગંભીરનો ભાવ રૃપિયા ૧૧ કરોડ થયો જ્યારે અભિનેતા રણવીર કપુરને રૃપિયા ૪ કરોડ અને ૫૦ લાખ જ મળે છે. જ્યારે રોહિતને રૃપિયા ૯ કરોડ ૨૦ લાખ મળશે જ્યારે ઈમરાનનો ભાવ એક ફિલ્મનો રૃપિયા ૩ કરોડ ૫૦ લાખ છે. ઈરફાન પઠાણને રૃપિયા ૮ કરોડ ૭૦ લાખ મળશે જ્યારે શાહીદ કપૂરને રૃપિયા ૪ કરોડ એક ફિલ્મના મળે છે.
ઈરફાન પઠાણને ૮ કરોડ ૭૦ લાખ રૃપિયા મળશે જ્યારે રણવીર નામનો નવો અભિનેતા છે એને રૃપિયા ૨૫ લાખથી ૭૫ લાખ મળે છે અને યુવરાજ ક્રિકેટરને ૮ કરોડ ૧૦ લાખ રૃપિયા મળશે. સૌરભ નામનો નવો ક્રિકેટર છે જે પણ ૭ કરોડ ૩૦ લાખ રૃપિયા મેળવશે જ્યારે ઉમેશ નામના નવા અભિનેતાને રૃપિયા ૩ કરોડ ૩૦ લાખ મળે છે



વહાલ વાવી જોઈએ – ગૌરાંગ ઠાકર


ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વહાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.
કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.
બહું સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલા હરાવી જોઈએ.
ગૌરાંગ ઠાકર, સુરત

suvichar


સત્યની સાચી જગ્યા હ્રદયમાં છે, મોઢામાં નહી.— શરદચંદ્ર
દરેક વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે. આનંદનો ખજાનોઅ તો તમારી અંદર છે.— સ્વામી રામતીર્થ
રોજ એકાદ માનવીને સુખી કરજો જ, પછી ભલે તમારી જાતને જ.— સ્ટેન્ડ હોલ
કરકસર એ ગરીબ માણસની ટંકશાળ છે.

મુર્ખ માણસ કરતાં સમજુ ઢોર રાખવું સારું છે.— રસિક મહેતા
મૃત્યુના ઓશીંકે માથું મુકીને સુઈ જનારા રાષ્ટ્રો જ મહાન બની શકે.— ગાંધીજી
તમે જે નથી જાણતા, તે તમે નથી જાણતા એતલું કબુલ કરો તે જ્ઞાન કહેવાય.— કોનફ્યુસીયસ
જુઠું બોલનાર પ્રભુનો અનાદર કરે છે અને પછી માણસથી બીવે છે— પ્લુબર્ક
સજા કરવાનો અધીકાર તેને છે જે પ્રેમ કરે છે.— ગુરુદેવ ટાગોર

દીકરી મારી લાડકવાઈ


દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર…
દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઈ જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર
દીકરી મારી લાડકવાઈ..
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતાં થાકીને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર
રૂપમાં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાઈ..
કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે
પાપા પગલી ચલાવતાં બાપનું હૈયું ઝુમે
દીકરી તું તો માતપિતાનો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાઈ..
હૈયાના ઝુલે હેતની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઊજળો છે સંસાર
દીકરી મારી લાડકવાઈ..
દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર…
શબ્દો – મુકેશ માલવણકર

હળવા મૂડ માં આવવું છે ? ગુજરાતી રમુજી ટુચકા સાંભળવા અહી ક્લિક કરો

આ વીડિયો અત્યાર સુધી 6 કરોડ વખત જોવાઈ ચૂક્યો છે


યુ ટ્યુબ પર આવતા જ આ વીડિયો ખાસ્સો લોકપ્રિય બની ગયો હતો

યુટ્યુબ પર મોસ્ટ પોપ્યુલર વીડિયો સર્ચ કરતા બેટલ એટ ક્રુગર નામનો એક વીડિયો ડિસ્પ્લે થાય છે. મે 2007માં પોસ્ટ થયેલો આ વીડિયો અત્યાર સુધી 6 કરોડ વખત જોવાઈ ચૂક્યો છે. 8 મિનિટના આ વીડિયોમાં દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં આફ્રિકન ભેંસો તથા સિંહના ટોળા અને એક-બે મગરમચ્છ વચ્ચેની ફાઇટ દેખાડવામાં આવી છે. તે વીડિયોગ્રાફર ડેવિડ બુંડજિસ્કી દ્વારા શૂટ કરવામાં આવી છે.

આ વીડિયોમાં ભેંસોનું એક ઝૂંડ પાણી તરફ આગળ વધતું દેખાય છે, જેના પર હુમલો કરવા માટે સિંહ ટાંપીને બેઠા છે. અન્ય ભેંસો તો ભાગી જાય છે, પણ એક બચ્ચુ બિચારુ ફસાઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે કેટલીય વાર સુધી સિંહના મોંમાં રહેવા છતાં આ બચ્ચુ બચી જાય છે. આ બચ્ચાને લઈને સિંહનું ઝૂંડ પાણીમાં જાય છે, જ્યાં મગર તેમની પાસેથી આ બચ્ચું છીનવી લે છે. ત્યાં પાછું આ બચ્ચુ મગરના મોંમાં આવી જાય છે. સિંહનું આખુ ઝૂંડ પાછુ આ બચ્ચુ મગરના મોંમાંથી છીનવી લે છે. જો કે ભેંસોનું એક ઝૂંડ પાછુ આવીને પોતાના બચ્ચાને સિંહના સકંજામાંથી બચાવી લે છે.

યુ ટ્યુબ પર આવતા જ આ વીડિયો ખાસ્સો લોકપ્રિય બની ગયો હતો. આ વીડિયો પર ટાઇમ મેગેઝિને એક લેખ પણ પ્રકાશિત કર્યો હતો. એટલું જ નહીં નેશનલ જિયોગ્રાફિક ચેનલે પણ આ ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી.



તાજમહેલ પર પડી રહેલા એ આંસુ કોઈ નથી રોકી શકતું!


શાહજહાંના ફરમાન સામે એક ચતુર કારીગરે અપનાવી હતી યુક્તિ

તાજમહેલના કેટલાંય પાસે પર દેશ-વિદેશમાં સંશોધનો કરાઈ ચૂક્યા છે. આમાંથી કેટલીય રસપ્રદ વાર્તાઓ સામે આવી છે. મુમતાઝની કબર પર આંસુ પડે છે, તેવું તો આપણે કેટલાંય ગાઈડો પાસેથી સાંભળ્યું છે.

કેટલાંય વિશેષજ્ઞો સાથે વાત કરી તો સામે આવ્યું કે મુમતાઝની કબર પર પડતા આંસુ કંઈ શાહજહાંના નથી, તે તો અહીંયા ચોમાસાનું પાણી છે. શાહજહાંએ તાજમહેલ બની ગયા પછી બધા જ કારીગરોના હાથ કાપી નાંખવાનું ફરમાન જાહેર કર્યું હતું. આ ફરમાન સામે એક ચતુર કારીગરે એક યુક્તિ અજમાવી.

તેણે શાહજહાંને કહ્યું કે તાજમહેલના ગુંબજમાં એક ક્ષતિ છે, તે હજુ પૂરી કરવાની બાકી છે. જેની શાહજહાંએ મંજૂરી આપી દીધી. આ પછી તે કારીગર જાતે જ તાજમહેલના ગુંબજમાં જઈને કાણુ પાડી આવ્યો. આવીને જ્યારે તેના હાથ કપાવવાના હતા, ત્યારે જોર જોરથી તેણે હસીને શાહજહાંને કહ્યું કે જેટલા કારીગરોના હાથ કપાયા છે, તેમના આંસુ હવે વરસાદ રૂપે આ કબર ઉપર પડશે. આ વરસાદના પાણીને અહીંના ગાઇડ શાહજહાંના આસું તરીકે ઓળખાવે છે.

Emotional intelligence (Stress) - Part 2

Emotional intelligence (Stress) - Part 1

Future of Screen Technology

વાંસલડી ડોટ કોમ

વાંસલડી ડોટ કોમ. મોરપિચ્છ ડોટ કોમ.
ડોટ કોમ વનરાવન આખું,
મારા કાનજી ની વેબસાઈટ એટલી વિશાળ છે
કે કેના કેના નામ એમાં નાખું?


ધારોકે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રિસાય એનું શું,
વિરહી ગોપી નું ગીત એન્ટર જો કરીએ તો ફ્લોપી ભીંજાય એનું શું
આ પ્રેમ કેરી disc માં છે એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું?
મારા કાનજી ની વેબસાઈટ એટલી........


ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિત ની જાત,
જાત આખી બળે તોયે ભાન ના રહે , એ જ માણી શકે પૂનમ ની રાત.
તુલસી, કબીર, મીર, નરસૈયો થઈયે, તો કૈક ઉકલે છે ઝાખું ઝાખું.
મારા કાનજી ની વેબસાઈટ ............


એજ ફક્ત password મોકલી શકે, જેની સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ,
એને કોઈ virus ભૂંસી ના શકે, જેના ચીર પૂરી આપે ઘનશ્યામ,
એ જો આવે internate પર થનગનતો ,
તો મારી window કદી ના વાસુ ,
મારા કાનજી ની વેબસાઈટ ........... કૃષ્ણ દવે .
(વાંસલડી ડોટ કોમ . પુસ્તક માં થી સાભાર) 



હાલો ઠેઠ ગોકુળમાં,

પીછું એક મોર નું શોધતા શોધતા,
પહોચી ગયો ઠેઠ ગોકુલમાં,
દુનિયા આખી માં ના મળ્યો,
ને મળ્યો કાન મને, ઠેઠ ગોકુલમાં,
ગોપીઓ ના વસ્ત્રો સંતાડવા,
એ જઈ ચડ્યો ઠેઠ ગોકુલમાં,
તમે રાસે શું રમસો,
રાસ જોવો હોય તો હાલો ઠેઠ ગોકુળમાં,
મથુરામાં જન્મ લઇ ને,
મોટો થયો ઠેઠ ગોકુળમાં
હું તો તને ગોતી ને થાક્યો,
ક્યાં સંતાયો છે ગોકુળમાં
મથુરામાં વાંસલડી સુની ઝબકી ગયો કંસ,
પણ એતો વાગતી'તી ઠેઠ ગોકુળમાં,
હુંડી સ્વીકારી નરસૈયાની, જૂનાગઢમાં
પોતે તો ભલે ને બેઠો ઠેઠ ગોકુળમાં, 



રચયિતા ના આભાર સાથે ...


સુઘરી નો માળો


થોડો બાવળ ને આવ્યો કંટાળો,
ઓફીસમાં બોલાવી ને સુઘરી ને પૂછ્યું,
"કેટલોક બાકી છે હવે માળો?"

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે,
કંઈ બિલ્ડર ની જેમ થોડું બાંધીએ,
એક એક તરણા ની રાખીએ ડીટેલ,
એને જાત માં પરોવીએ ને સાંધીએ,


વ્હાલસોયા બચ્ચાનો હોય છે સવાલ એમાં,
સહેજે ના ચાલે ગોટાળો,!!!
ક્વોલીટી માટે તો ધીરજ પણ જોયેને,

બાવળ કહે ભાઈ ઓ. કે.
આતો ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક,
જાવ હવે કોઈ નહિ ટોકે.......

આ રચના " કૃષ્ણ દવે" ની છે. તેમના પુસ્તક "વાંસલડી ડોટ કોમ." માં થી તેમના આભાર સાથે.....



નક્કી દુખે છે તને પેટમાં !

( સુનામી, દરિયાઈ ભૂકંપ, ડિસેમ્બર 26, 2004 )

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું આ રીતે મોજાં કંઇ મોકલે, ને ડુંસકાંઓ મોકલે કંઇ ભેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર આ આંગણું જ રમતી પગલીઓનો અટકાવે કોઇ દિવસ શ્વાસ ?
માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ?
ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ નાખે છે સ્લેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું ધારે તો દરિયા પીવે છે, ને ધારે તો પીવે છે ઝેર.
રોઇ રોઇ મોજાંએ પૂછ્યું હશે કે મારે કાંઠાની સાથે શું વેર ?
બહેરા બે કાન કદી સાંભળે છે કોઇનુંય ? લઇ લે જે આવે લપેટમાં.

નક્કી દુખે છે તને પેટમાં !
માણસની જેમ હવે તારી પણ માણસાઇ, પળભરમાં જાય છે કાં ફાટી ?
વ્હાલસોયાં સપનાંનાં ઢગલાંને સંઘરતાં કંપી ઊઠે છે હવે માટી.
આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !

(આમ તો આ કાવ્ય ‘સુનામી’ને ઘ્યાન્માં રાખીને લખાયું છે, પરંતુ છેલ્લી થોડી પંકિતો મુંબઇની આજની પરિસ્થિતિને ઘણી અનુરૂપ લાગે.)


-કૃષ્ણ દવે   
ના આભાર સાથે ...


છેવટના મિત્રો ક્યાં છે?


હવે ‘તું’ કહેવાનો વહેવાર પણ ક્યાં છે? કેટલાકને તું કહીએ છીએ, કેટલાકને છળ-કપટ-કાવાદાવા-પ્રપંચ-જુઠ્ઠાણું-દગો આ બધું કોઠે પડી ગયું હોય છે. છરી વિના જીવી ન શકે. મૈત્રી હોય ત્યારે આપેલી ભેટો, મૈત્રી ન રહે ત્યારે પરત કરવાને બદલે આ છરી જ પાછી આપવાનો હવે એક માત્ર અર્થ છે. છરી તો પ્રતીક છે પણ આ પ્રતીકનો ઉપયોગ કવિએ નાટ્યાત્મક રીતે કર્યો છે. ઓજાર પણ કેવું? ચળકતું, ચોખ્ખું અને ધારદાર. આરપાર ભોંકનારની છરી તો બહારથી હંમેશાં સ્વચ્છ જ હોય છે, ચોખ્ખીચપટ હોય છે. 
 તમારું તમને ને શોભા અમને-એ રીતે છરી પાછી સુપરત કરે છે અને પછી કહે છે કે લગભગ નવા જેવી જ છે.

મિત્રને છરી પાછી આપતાંઆ લ્યો તમારી છરીજેની તમને ખોટ ન સાલવી જોઈએએવું તમારું ઓજારચળકતું, ચોખ્ખું અને ધારદારલગભગ નવા જેવું જમારી પીઠે એને જરીક પણ નુકસાન પહોંચાડ્યું નથી- એલ્ડર ઓલ્સન
અમેરિકાના કવિ એલ્ડર ઓલ્સનનું આ કાવ્ય છે નાનકડું પણ એની વેદના બ્રહ્માંડ જેટલી છે. મિત્રએ કરેલો જખમ એ આ કાવ્યનો વિષય છે. અભિવ્યક્તિમાં નર્યો કટાક્ષ છે, પણ એ કટાક્ષ પોતાનાં જ આંસુની કબર પર ફૂલ મૂકવા જેવો છે. વફાદારી વિરલ છે. બેવફાઈ તો જાણે રોજિંદી ઘટના છે. ‘ફિરાક’ ગોરખપુરીનો એક શેર યાદ આવે છે:
હમસે ક્યા હો સકા મુહબ્બત મેંતુમને તો ખૈર, બેવફાઈ કી

માણસ જન્મે છે ત્યારથી જ સંબંધોના સરોવર રચાતાં હોય છે. જેમ જેમ માણસ મોટો થતો જાય છે, ‘સમજણો’ થતો જાય છે, તેમ તેમ એ સરોવરમાં કમળની જગ્યાએ વમળ ખીલે છે. અનેક સંબંધોની વચ્ચે મૈત્રી એક પરમ-પવિત્ર વસ્તુ છે. 

જીવનની કરુણતા એ હોય છે કે મિત્ર જીવતો રહે છે અને મૈત્રી મરી જતી હોય છે. એવું વાંચ્યાનું યાદ છે કે મૈત્રી મૃત્યુ પામે એનાં કરતાં મિત્ર મૃત્યુ પામે એ વધારે ઈચ્છનીય છે. વિશ્વાસઘાત એ જ કરી શકે કે જેનામાં આપણે વિશ્વાસ મૂકીએ. મોટા ભાગનો વિશ્વાસ એ વિષ-વાસ ઘાત હોય છે.

કેટલાક કાવ્યો ખંજર થઈને ભોંકાય છે અને એ કવિની સફળતા છે ને જિંદગીની નિષ્ફળતા છે. કાવ્યના શિર્ષકમાં ‘મિત્ર’ શબ્દને ઈન્વર્ટેડ કોમામાં મૂક્યો છે, બધું જ ઈન્વર્ટ થઈ ગયું છે અને સંબંધ કોમામાં છે.

અનુવાદ કરતી વખતે ‘તારી’ મૂકું કે ‘તમારી’ મૂકું એની મને મૂંઝવણ થતી હતી. પછી મને થયું કે આ તો સંબંધના શબની વાત છે. બધું જ પતી ગયું છે. ક્રૂરતાને કારણે દૂરતા પણ આવી છે. અને ‘તમારી’ મૂકીને સંબંધની દૂરતા સૂચવી છે. જે આપણાં હોય એને આપણે તું કહીએ છીએ. 

હવે ‘તું’ કહેવાનો વહેવાર પણ ક્યાં છે? કેટલાકને તું કહીએ છીએ, કેટલાકને છળ-કપટ-કાવાદાવા-પ્રપંચ-જુઠ્ઠાણું-દગો આ બધું કોઠે પડી ગયું હોય છે. છરી વિના જીવી ન શકે. મૈત્રી હોય ત્યારે આપેલી ભેટો, મૈત્રી ન રહે ત્યારે પરત કરવાને બદલે આ છરી જ પાછી આપવાનો હવે એક માત્ર અર્થ છે. છરી તો પ્રતીક છે પણ આ પ્રતીકનો ઉપયોગ કવિએ નાટ્યાત્મક રીતે કર્યો છે. 
ઓજાર પણ કેવું? ચળકતું, ચોખ્ખું અને ધારદાર. આરપાર ભોંકનારની છરી તો બહારથી હંમેશાં સ્વચ્છ જ હોય છે, ચોખ્ખીચપટ હોય છે. તમારું તમને ને શોભા અમને-એ રીતે છરી પાછી સુપરત કરે છે અને પછી કહે છે કે લગભગ નવા જેવી જ છે. 

‘લગભગ’ સકારણ છે, કારણ કે એકવાર એનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તમે મને ભલે છરી મારી, પણ મારી પીઠે છરીને સહેજ પણ ઈજા નથી પહોંચાડી. મારું કામ તો તમને સાચવવાનું, તમારી છરીને સાચવવાનું, કહેવાતા ને કહોવાતા સંબંધને સાચવવાનું, મારાથી બનતું એટલું કર્યું. 

stab in the back અનુભવ ભારે માર્મિકતાથી, પણ કાયરની જેમ નહીં, મરદની જેમ. કાવ્ય દ્વારા stab in the frontથી આવ્યો છે. આ કાવ્ય પોતે જ છરી છે, બેવફાઈના અનુભવમાંથી તૈયાર થયેલી, છેવટે ‘જિગર’નો એક શેર યાદ કરવાનો અને પૂછવાનું :

બતાઓ ક્યા તુમ્હારે પે ગુજરેઅગર કોઈ તુમ્હી સા બેવફા હો
આવા જ મિજાજનું એક કાવ્ય :ગાળો બોલવાનું મન થાય એવા મિત્રો ક્યાં છે? પાગલની જેમ અસંબદ્ધ વાતો કરવાનું મન થાય એવા મિત્રો ક્યાં છે? હવે તો છે એટેચી સાથે ટાઈ-સૂટમાં કે સફારીમાં ફરતા ધંધાની વાતો કરતાં જમાનાના ખાધેલ-પીધેલ દુર્યોધનના દીધેલ, મિત્રો. નિરાંતે ન્યાય તોળનારા મિત્રો. જોખીજોખીને બોલનારા મિત્રો. બોલીને ફરી જનારા મિત્રો. 
તાળી-મિત્રો, થાળી-મિત્રો. સામાને શું લાગશે એવા વિચાર વિના હલેસાં વિના હોડી હંકારવાનું મન થાય-એવા મિત્રો ક્યાં છે? આપણે બારાત કાઢીએ ત્યારે સામેથી મૈયત લાવે એવા વિધ્નસંતોષી મિત્રો. મિત્રો શોઘ્યા શોધાતા નથી. મૈત્રી એક ઘટના છે. ભીતરની એક રટણા છે. પણ હવે તો મિત્રો પડદાના ને ઘૂંઘટના છે. 

સુખમાં સાથે સૂએ અને દુ:ખમાં સાક્ષીભાવે જોયા ન કરે પણ મનોમન રુએ, આપણી પળેપળને જીવે-એવા છેવટના મિત્રો ક્યાં છે? હવે તો દંતકથા અને કહેવતના છરી, ચપ્પુ અને કરવતના મિત્રો... સત્તા અને મહત્તાના ખુશામત, ખટપટ અને ખત્તાના શતરંજના પ્યાદાના અને પત્તાના બગલ-બાજ અને દગલ-બાજ મિત્રો-છેવટના મિત્રો ક્યાં છે?

ઉલ્લાસ સતત જાળવવા જેવો છે


ઉત્સવ ભલે ક્યારેક ક્યારેક આવે, ઉલ્લાસ સતત જાળવવા જેવો છે.

બે ઘડી બસ એમ જ માની લો કે મર્યાનાં ૧૦૦ વર્ષ પછી આપણો આત્મા ઉપર બેઠો-બેઠો પૃથ્વી પરનું જીવન જુએ તો એ શું વિચારે? એ કદાચ આવું વિચારે: ‘આહાહાહા, એક જમાનામાં હું પણ આ પૃથ્વી પર જીવતો હતો. આ મેદાનમાં રમતાંરમતાં ઘણી વાર ઘૂંટણ છોલેલાં. અમથેઅમથો પેલી ચુટકીના ઘર પાસેથી બાઈક પર દિવસમાં વીસ વાર આંટા મારતો. પછી, નોકરીમાં માથાકૂટ કરતો. દીકરી માંદી પડેલી ત્યારે સળંગ બે રાત જાગેલો. વહુ સાથે ક્યારેક ક્યારેક બાખડી પડતો. હોસ્પિટલમાં ખાસ્સી પીડા વેઠીને, ખૂબ પૈસા ખર્ચીને છેવટે મરેલો... ઠીક છે, જીવનમાં મુશ્કેલીઓ તો હતી, પણ મજા એ હતી કે ત્યારે હું જીવતો હતો.’ 

ભૂત-ભવિષ્યમાં પૃથ્વી પર જીવન હતું અને રહેશે પણ આ પૃથ્વી પર આપણું હોવું, જગતની ગતિવિધિનો એક હિસ્સો હોવું... આ જલસો જેવોતેવો નથી. માનવજીવનની એક મોટી કમબખ્ત કમનસીબી એ છે કે આ સુંદર ધરતી પર માણસ તરીકે હાજરાહજૂર હોવું એ કેટલી મોટી વાત છે, આ અવસર કેવો દુર્લભ છે એ બધું જિંદગી દરમિયાન આપણને ભાગ્યે જ સમજાતું હોય છે. કદાચ એટલે જ, જીવન નામના આ ઉત્સવને આપણે સરખી રીતે ઊજવી શકતા નથી.
અને કદાચ એટલે જ જીવનને ઊજવવા આપણને જરૂર પડે છે ઉત્સવોની. જન્માષ્ટમી અને ગણેશોત્સવ છેવટે શું છે? એ આપણને યાદ અપાવે છે કે મોજ કરો, નાચો-કૂદો-ગાઓ, ભેગા થાઓ, જલસા કરો, હંગામો કરો, જીવનને ઊજવો. કૃષ્ણનો જન્મદિવસ આપણે ઊજવીએ ત્યારે સાચું પૂછો તો કૃષ્ણ એક બહાનું હોય છે. અસલમાં આપણે આપણું જીવન જ ઊજવતા હોઈએ છીએ. 

વચ્ચે વચ્ચે જીવન ઊજવવાનું ભુલાઈ જાય ત્યારે લોકોને ફરીફરી જગાવવા, પેટાવવા માટે ડાહ્યા લોકોએ કેલેન્ડરમાં વચ્ચે વચ્ચે ઉત્સવો મૂકી આપ્યા છે. જિંદગી ઢસરડો બની રહે, જીવવાનો આનંદ ભુલાઈ જાય... ત્યાં આવી પડે એક ઉત્સવ. એ આપણી અંદર ઠંડા પડી રહેલા તણખાને ફૂંક મારીને ફરી તગતગતો કરી મૂકે છે અને આપણને ઝગમગતા કરી મૂકે છે.


એ હિસાબે, ઉત્સવોને સલામ... ઉત્સવો ઝિંદાબાદ! છતાં, એક વાત સમજવા જેવી છે કે જીવનને ઊજવવા માટે ઉત્સવની રાહ જોવી જરૂરી નથી. જન્માષ્ટમી જરૂર માણીએ અને પછી નોરતાં પણ જરૂર માણીએ, પરંતુ એ બેની વચ્ચેના સમયગાળામાં શું કરવાનું? મંજીરા વગાડવાના? હા, મંજીરા વગાડવાના. મંજીરા વગાડીને ભજન ગાવાં એ કંઈ જેવીતેવી ઊજવણી નથી. પ્રાર્થનામાં ઉલ્લાસ-ઉમળકો ભળે ત્યારે એ ભજન-કીર્તન-નર્તન બની જાય છે. પ્રાર્થના મૂગી છે. ભજનમાં છોળો છે, અને જીવનમાં છોળો ઉડાડવાનો એક પણ અવસર ચૂકવા જેવો નથી. 
ઓફિસમાં કોઈ નાનું કામ પણ સારી રીતે પૂરું કરી લીધા પછી બાજુવાળાને કહેવું કે ‘ચલ યાર, એક ચાય હોજજાય’ એ પણ જીવનની છોળ છે. આમ તો છોળો ચોમેર ઊડી રહી છે. સવાલ નજરનો છે. આ સૂર્યોદય અને સૂર્યાસ્તનો જ દાખલો લો. સૂરજ કેટલો રૂપાળો છે ને કેટલો હૂંફાળો છે એની તીવ્ર અનુભૂતિ થાય તો એ પણ અસ્તિત્વની ઊજવણી છે. ઊડતું પતંગિયું, ટ્રેનની વ્હીસલ, ફાફડાની સુગંધ... આ બધું શું ઉત્સવોથી કમ છે? નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણે આપણા એક ટચૂકડા જીવનના સંકુચિત વર્તૂળમાં એટલા ખૂંપેલા, ઊલઝેલા રહીએ છીએ કે જીવન જીવવાનું ભુલાઈ જાય છે. 

માન્યું કે જીવનમાં મોકાણો ઓછી નથી, પણ આ બધી મોકાણો રોકીરોકીને જીવનનો કેટલો હિસ્સો રોકે છે? થોડો જ. માણસ ૮૦ વર્ષ જીવે એમાં બહુ બહુ તો છ મહિના કે એક વર્ષ માંદો રહે છે. બાકીના સમયમાં તો એ તંદુરસ્ત હોય જ છે. સોહરાબુદ્દીન-અમીત શાહ પ્રકરણ ચગે ત્યારે દુ:ખ જરૂર થાય કે આ બધું માંડ્યું શું છે? પણ ઠીક છે, થોડી વાર દુ:ખી થઈ લેવાનું, પછી એ વાતે ધૂણીધૂણીને ગાંડા થોડું થવાય? એ જ રીતે, આર્થિક તંગી કનડતી હોય તો ઠીક છે, એમાંથી બહાર આવવા ઝઝૂમીએ, પણ લોહી પીતી ગરીબીને સતત લોહી પીવા દેવાનો, માથું કાણું કરવાનો મોકો શા માટે આપવો? ટૂંકમાં, આપણે મોકાણોને જેટલો મોકો આપીએ છીએ મગજ ચૂંથવાનો, એટલો અવસર આનંદને નથી આપતા, મગજને તરબતર કરવાનો. 

આપણા બધાની એક મોટી ખામી છે એ છે કે આપણે સુખથી તરત ટેવાઈ જઈને એને ભૂલી જઈએ છીએ, પણ મોકાણથી ટેવાઈ કરીને, વધારીને એમાં ખૂંપેલા રહીએ છીએ. છોડો યાર...બબાલો પડે ખાડામાં અને મોકાણો જાય મસાણમાં. લાઈફ ઇઝ ફેસ્ટિવલ. જીવન મતલબ સચ્ચિદાનંદ. અસ્તિત્વના આનંદને જાણવો-સંવેદવો-માણવો એનું નામ સચ્ચિદાનંદ. આવો ‘હોવાપણાંનો આનંદ’ ઉર્ફે જોય ઓફ બીઇંગને જે માણી શકે છે (જેમ કે બાળકો) એના માટે તો હર દિન હૈ દસહરા ઔર હર રાત હૈ દિવાલી! 

દીપક સોલિયા

નવી પેઢી અને શ્રીકૃષ્ણ


ઈશ્વરને શું કહી શકાય? ભગવાન, ગોડ, પ્રભુ, હરિ, પરમેશ્વર... યા, ઇટ્સ ઓકે આ બધું. પરંતુ એમ કહીએ કે આપણે એક સહજેશ્વરની વાત અથવા ભક્તિ કરીએ તો? તરત તો નહીં સૂજે, પરંતુ એક આવા ઈશ્વર છે જે સહજ છે. એનું નામ શ્રીકૃષ્ણ વસુદેવ યાદવ. જન્મ-પાંચ હજારને અમુક વર્ષ પહેલાં, મેઘલી રાત્રે બાર વાગ્યે, મથુરાની જેલની એક કોટડીમાં. જન્મભૂમિ મથુરા, કર્મભૂમિ સમસ્ત બ્રહ્નાંડ! આ બાયોડેટા આગળ લંબાવીએ તો કેટલા ગ્રંથોની જરૂર પડે? કૃષ્ણ ગ્રંથમાં બાંધવાના નહીં, આપણી ગ્રંથિઓને છોડવાના ઈશ્વર છે. કૃષ્ણની આ જ તો મજા છે તેના વિશે લખવાનું પણ સહજ સ્ફુરે! સૂરદાસ હોય કે સુરેશ દલાલ, કૃષ્ણ વિશે કંઇ પણ લખાય તો તેની પરીણિતી કવિતા જ હોય! 

આપણે ત્યાં જેમ લોકમેળા હોય, લોક સાહિત્ય હોય, લોકકથા હોય એવી જ રીતે આપણા લોકભગવાન જો કોઇ હોય તો તે કૃષ્ણ છે. જેને ભજીએ છીએ જેમના અવતરણ દિવસની ઉજવણી કરીએ છીએ તે કૃષ્ણ વિશેની ખાસ વાત તો એ છે કે આટલા યુગો પછી પણ આ ભગવાનનો ‘ટીઆરપી’ ઓછો થયો નથી. કૃષ્ણ એવા ગોડ છે જે નવી પેઢીને પણ ગમે છે. તેઓ યુવાનોના ભગવાન છે. શા માટે એવું?

કૃષ્ણ યુવાનોને ગમે છે કારણ કે તે સહજ છે. તે સરળ છે. તે સરસ છે. જગત અને જીવન જેવું છે તેને તેવું જ સમગ્રભાવે સ્વીકારી લીધું છે તેમણે. કૃષ્ણ એક એવા અવતારી પુરુષ છે જેમણે જીવનને હંમેશાં ઉત્સવની જેમ જોયું છે. સામાન્ય રીતે ઈશ્વર અને માનવની પોઝિશન સામસામે છે. મૂર્તિની સામે આપણે ઊભીએ, પરંતુ કૃષ્ણ અને માનવ તો સાથેસાથે છે. હરીન્દ્ર દવેનું પુસ્તક છે, ‘કૃષ્ણ અને માનવસંબંધો’. તેના પહેલા જ પ્રકરણમાં સરસ વાત આવે છે કે કૃષ્ણની પ્રીતિ પાર્થ સાથે છે. પાર્થ એટલે અર્જુન તો ખરો જ, પરંતુ પાર્થનો અન્ય અર્થ છે પૃથા અથૉત્ પૃથ્વીનો પુત્ર. એટલે કોઇ પણ મનુષ્ય. 

માનવમાત્ર સાથે તેમને પ્રીત છે. યુવાનોને કૃષ્ણ ગમે છે કારણ કે વિષાદમાં સરી પડેલા, યુદ્ધના મેદાનમાં જઇને ફસકી પડેલા અર્જુનને તેઓ લડવા માટે પ્રેરે છે. ભગવદ્ગીતાનો જ્ઞાનયોગ માણસનું સ્વરૂપ ખોલે છે, ભક્તિયોગ સ્વભાવ ઊઘાડે છે અને કર્મળ્યોગ સ્વધર્મની શોધ કરે છે. મહાભિનષ્ક્રિમણ કરવું હોય કે એમબીએ, આ ત્રણની જરૂર તો રહે છે જ, અને તે કૃષ્ણ આપે છે.

યુવાનોને જો આ સમાજની સૌથી વધારે કોઇ કનડગત હોય તો તે સંબંધોની છે, રિલેશનશીપની છે. કૃષ્ણ સહજ પ્રેમી છે. તેમના માટે પ્રેમ જેન્ડર ઓરિએન્ટેડ ઓબ્જેકટ નથી. ખટરાગ અને મહાન કોમ્પ્રોમાઇઝથી છલકાતાં લગ્નોની પુષ્પમાળાના વાસી ફુલોની સુગંધ લઇને ફરતા અને મુક્ત સહજીવનના ઉદ્યાન પાસેથી નાકે રૂમાલ રાખીને પસાર થતા સમાજે ખાસ કૃષ્ણના એ પાસાને જોવું જોઇએ કે તેમણે નામ વગરના સંબંધોને લગ્નને સમાન કે તેથી વિશેષ ગરિમા ક્યારેક આપી હતી. રૂકમણી, સત્યભામા કૃષ્ણની પત્નીઓ ખરાં, પરંતુ જેની યાદ સાથે કૃષ્ણની યાદ આવે તે મીરાં અને જેને લીધે કૃષ્ણ યાદ રહે તે રાધા! વાત એવી નથી કે દરેકને નામ વગરના સંબંધો હોવા જ જોઇએ. વાત એ છે કે જરૂરી નથી કે દરેક સંબંધોને નામ હોવા જોઇએ. અને એ બાબત ગોપાલે વર્ષો પૂર્વે જીવી જાણી હતી તેથી તે નવી પેઢીને ગમે છે.
કૃષ્ણ ડાયનેમિક છે, ફાસ્ટ ડિસિસિવ છે, પ્રેક્ટિકલ છે, ઓલરાઉન્ડર છે. માખણ પણ ચોરે છે અને અસૂરાવતારોના વધ પણ કરે છે. નાગની ફેણ પર બેસે છે, સિંહાસન પણ શોભાવે છે અને યમુનાના કાંઠે ગોપીઓ ચુંદડી પાથરે તો તેના પર પણ બેસે છે. હાથમાં સુદર્શન પણ છે, વાંસળી પણ છે. તેમને ગોવર્ધન ટચલી આંગળીએ ઉંચકવાનું સહેલું લાગે છે, વાંસળી માટે બે હાથની જરૂર પડે છે! કૃષ્ણ ફ્રેન્ડશિપ નિભાવી જાણે છે. વર્ષો પછીય સુદામાને કેવા આવકારે છે! દુર્યોધનના મેવામાં તેને રસ નથી, વિદુરની ભાજી અને સુદામાના તાંદુલ ‘વેરી વેરી ટેસ્ટી ટેસ્ટી’ કરીને તેઓ ખાય છે. આપણે તો રાસને ફ્કત રાસ માનીએ છીએ.

વાસ્તવમાં કૃષ્ણનું ગોપીઓ સાથે નાચવું એ વિરાટ કોિસ્મક સિસ્ટમનું આધ્યાત્મિક પ્રતીક છે. વાતને ટૂંકમાં સમજાવવી અઘરી છે, પરંતુ તેમની રાસલીલા વિરાટ પ્રકૃતિ અને વિરાટ પુરુષના સંમિલનનું એ તત્વ છે. આજે અર્વાચીન રાસ રમતા યુવાનોને કૃષ્ણ ગમે જ, પણ તેમણે એ યાદ રાખવું જ પડે કે જે કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગોપીઓનાં વસ્ત્રો લઇ લે છે તે જ કૃષ્ણ જ્યારે પણ સમાજની કોઇ દ્રૌપદીનાં ચીર હરાતાં હોય ત્યારે તેની સહાય માટે પહોંચી જાય છે. કૃષ્ણ અને સ્ત્રીઓ એ સૌથી સરળ ટોપિક છે, જે યુગોથી જટિલ ગણાતા આવ્યા છે. તેમાં ના સમજી કરતાં ગેરસમજનું પ્રમાણ વધારે છે.

મહાન ચિંતકોએ પણ એ વાત કરી છે કે જગતનું મોટું ટેન્શન મનુષ્યને સ્ત્રી-પુરુષની જાતિમાં વિભાજિત કરવાથી જ થયું છે. માર્ક કરજો, કોઇ જૂની પેઢીનાં પતિ-પત્ની પણ જેટલી સરળતાથી વાત નહીં કરતા હોય, તેટલા કમ્ફટેંબલ થઇને એક લેપટોપબેગવાળો છોકરો અને જિન્સ-કુર્તી પહેરેલી છોકરી વાત કરતા હશે. આજની પેઢીને દંભ પસંદ નથી. મર્યાદા, મલાજાના નામે થતા આડંબર પસંદ નથી. જે છે તેમાં માને છે. તેમના માટે પર્સનલ લાઇફ, પ્રાઇવસીનું એક માહાત્મ્ય છે. યુવાનોને સંબંધોનું મેનેજમેન્ટ કે મેનેજમેન્ટ ક્ષેત્રના સંબંધો કાંઇ પણ શીખવું હોય તો તે ભગવદ્ગીતા શીખવી શકે છે. 
અને તેમની પૂર્ણતા કેવી? બધા વેદોમાં પ્રણવ હું, આકાશમાં શબ્દ હું, પૃથ્વીમાં તેજ હું... કૃષ્ણ અને રામમાં ભેદ શું? રામ ને બહુ બહુ તો ‘મારો રામ!’ કહી શકશો, રામડો કહેતાં જીભ નહીં વળે. કૃષ્ણને કાનુડો તરત કહેવાઇ જશે!

ગણેશજી ખુદ છે વાસ્તુ એક્સપર્ટ


હિંદુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશનું અદ્વિતીય મહત્વ છે. આ બુદ્ધિના દેવતા વિધ્નહર્તા છે. ગણેશ શબ્દનો અર્થ છે ગણોના સ્વામી. આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રીયો, પાંચ કર્મેન્દ્રીયો તથા ચાર અંત:કરણ છે તેમજ તેની પાછળ જે શક્તિઓ છે તેને જ ચૌદ દેવતા કહેવાય છે.

દેવતાઓના મૂળ પ્રેરક ભગવાન ગણેશજી છે. ગણપતિ બધા જ દેવતાઓમાં અગ્રસ્થાને છે. ભગવાન ગણેશજીના નામ અને સ્વરૂપ અલગ અલગ છે, પરંતુ વાસ્તુ અનુસાર ગણપતિના મહત્વને રેખાંક્તિ કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ગણપતિની મૂર્તિ એક, બે, ત્રણ, ચાર અને પાંચ માથાવાળી મળી આવે છે.

આ જ રીતે ગણપતિજી ત્રણ દાંતવાળા પણ મળી આવે છે. ગણપતિજીની આંખો બે જ હોય છે, પરંતુ તંત્ર માર્ગ સંબંધી મૂર્તિઓમાં ત્રીજું નેત્ર પણ જોવા મળ્યું છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓ બે, ચાર, આઠ અને સોળ હાથવાળી પણ જોવા મળી છે. ચૌદ પ્રકારની મહાવિધાઓના આધારે ચૌદ પ્રકારની ગણેશ પ્રતિમાઓના નિર્માણથી વાસ્તુજગતમાં અચરજ ફેલાઈ ગયું છે.


અહીં તે જ ચૌદ ગણપતિની પ્રતિમાઓના વાસ્તુશાસ્ત્રના આલોકમાં એક નજર નાંખીએ તો તેના મહત્વને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઘરમાં ગણપતિની મૂર્તિ મૂકવી ખૂબ જ શુભ છે

ગણેશજીને દુનિયાના બાર અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુ પ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ તેની પીઠનો ભાગ તેટલો જ દરિદ્ર છે.

ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે મૂર્તિ અપશુકનિયાળ ગણાય છે, જેમાં અષ્ટમંગલ એક અપવાદ છે. સવા સાત ઇંચથી નવ ઇંચ સુધીના ગણપતિ શુભ ગણાય છે. ઉપરાંત પોણા બે ઈચના ગણપતિ અતિ ઉત્તમ છે. ગણપતિ નત્ય મુદ્રા કરતા સામાન્ય મુદ્રામાં શુભ ગણવામાં આવે છે. સુનીલ ઢબુવાલા, વાસ્તુ એક્સપર્ટ

૧૪ સમસ્યાના નિવારણ માટે જુદા જુદા શ્રીજી

સંતાનના ગણેશ : જે ઘરમાં સંતાનસુખ ન હોય ત્યાં ભગવાન ગણેશજીનાં ૧૦૦૮ નામોમાંની સંતાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ. આવા યુગલે સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્રપૂરિત પ્રતિમા (યથા સંતાન ગણપતેય નમ:, ગર્ભદો ધને નમ: , પુત્ર પૌત્રાયામ નમ: વગેરે મંત્રયુકત) પ્રતિમા દ્વાર પર લગાવવી, જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે.

વિધ્નહર્તા ગણપતિ : નિર્હન્યાય નમ:, અવિનાય નમ: જેવા મંત્રોયુક્ત ગણેશજીની પ્રતીમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જેમાં ઝઘડા, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ વગેરે દુર્ગુણો ઉપસ્થિત હોય. પતિ પત્ની વરચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે, એવા ઘરના પ્રવેશ દ્વાર પર વિધ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

વિદ્યાપ્રદાયક ગણપતિ : એવાં ઘરોમાં જયાં બાળકો ભણતા ન હોય કે ભણવાથી દૂર ભાગતાં હોય, વડીલોને માન ન આપતાં હોય, એવાં ઘરોના ગૃહસ્વામીએ વિધાપ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિધા નિયાર્ય નમ:, વિધા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. આવી પ્રતિમા શુભમુહૂર્તમાં સ્થાપિત કરવાથી પરિણામ ઝડપી મળશે.

આનંદદાયક ગણપતિ : પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદદાય નમ:, સુમંગલમ સુમંગ લાય નમ: જેવા મંત્રોયુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહૂર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.

વિજયસિદ્ધિ મોચન ગણપતિ : કોર્ટ કેસમાં જીત મેળવવા, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રો વડે બાબા ગણપતિની સ્થાપના કરે છે.

ઋણમોચન ગણપતિ : જૂનું દેવું ચુકવી શકાતું ન હોય, ઘર પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય તેવી વ્યક્તિઓએ ઋણમોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કિર્ણ કરાવીને ઘરમાં સ્થાપિત કરવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ.

રોગનાશક ગણપતિ : કોઈ જૂનો રોગી હોય, જે દવા વડે પણ સારો થતો ન હોય તેવા પરિવારના લોકોએ માત્ર ‘મૃત્યુંજયાય નમ:’ શ્લોક વડે રોગનાશક ગણપતિની આરાધના કરવી.

નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ : રાજનીતિક પરિવારમાં ઉરચપદ પ્રાપ્ત કરવા માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. માત્ર ‘ગણાઘ્યક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજયાયૈ નમ: ’ શ્લોકો વડે તેમની આરાધના કરવી.


સોપારી ગણપતિ : આઘ્યાત્મિક જ્ઞાનાર્જન હેતુ સોપારી ગણપતિની આરાધના કરવી.

શત્રુહંતા ગણપતિ : શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરે છે તેમનું કોઈ કશું જ બગાડી શકતું નથી.

ચિંતાનાશક ગણપતિ : જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ‘ચિંતામણી ચર્વણલાલ સાથ નમ:’ જેવા મંત્રનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.

સિદ્ધિદાયક ગણપતિ : કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે ‘સિદ્ધવેદાય નમ:, સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ:’ જેવા મંત્રોયુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.

વિવાહ વિનાયક : જે પરિવારોમાં સંતાનોના વિવાહને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેવા પરિવારોમાં વિવાહ વિનાયકની મંત્રયુકત પ્રતિમાની સ્થાપના કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે. આ પ્રતિમા પર ‘કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયકાય નમ:, કામદાય નમ:’ જેવા મંત્રોનો સંપૂટ લાગેલો છે.

ધનદાયક ગણપતિ : જે વ્યક્તિ ધનાઢય થવા માગતી હોય તેમણે ગણપતિજીના આ સ્વરૂપની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને તેમના ઘરોમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અનેસુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય છે. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે ‘શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ:’ જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે

ભગવાનનો ભાગ


નાનપણમાં બોરાં વીણવા જતા.કાતરા પણ વીણતા.કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.ટેટા પાડતા.બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથીઢગલી કરતા ને ભાગ પાડતા--આ ભાગ ટીંકુનો.-આ ભાગ દીપુનો.-આ ભાગ ભનિયાનો, કનિયાનો…છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-‘આ ભાગ ભગવાનનો !’
સૌ પોતપોતાની ઢગલીખિસ્સામાં ભરતા,ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીરમવા દોડી જતા.
ભગવાન રાતે આવે, છાનામાનાને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.
પછી મોટા થયા.બે હાથે ઘણું ય ભેગું કર્યું ;ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,ગાય, ભેંસ, બકરીના.અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?
રબીશ ! ભગવાનનો ભાગ ?ભગવાન તે વળી કઇ ચીજ છે ?
સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-હાથમાં ઘણું ઘણું આવ્યું…
અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;કહે : લાવ, મારો ભાગ…
મેં પાનખરની ડાળી જેવામારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.એકાદ સુકું તરણું યે નહીં.શેના ભાગ પાડું ભગવાન સાથે ?આંખમાં ઝળઝળિયાં આવ્યાં,તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ !- કહી ભગવાન મને અડ્યા,ખભે હાથ મૂક્યો,મારી ઉજ્જ્ડતાને પંપાળી,મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.
તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’‘પચાસનો’ હું બોલ્યો’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથીઅડધાં તો તેં ખરચી નાખ્યાં…હવે લાવ મારો ભાગ !’ને મેં બાકીનાં પચાસ વરસટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.જોઉં છું રાહ-કે ક્યારે રાત પડેને ક્યારે આવે છાનામાના ભગવાનને ક્યારે આરોગે ભાગ બનેલા મનેને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…
- રમેશ પારેખ

Tuesday, January 25, 2011

If u lose your mobile phone in India


Subject: If u lose your mobile phone in India, what to do to get it back

This is how it works!!!!!!



1. Dial *#06# from your mobile.

2. Your mobile shows a unique 15 digit.

3. Note down this no anywhere but except in your mobile as this is the No.,which will help trace your mobile in case of a theft.
4. Once stolen you just have to mail this 15 digit IMEI No. to cop@vsnl.net
5. No need to go to police.

6. Your Mobile will be traced within next 24 hrs via a complex system of GPRS and internet.

7. You will find where your hand set is being operated even in case your No. is being changed.


PASS ON THIS VERY IMP MESSAGE TO ALL YOUR FRIENDS AND RELATIVES.



If u lose your mobile, send an e-mail to <cop@vsnl.net> with the following Info:

ચાલ ભીંજાઇએ વરસાદમાં.....


છોડ છત્રી,
ચાલ  ભીંજાઇએ વરસાદમાં
નાવ કાગઝની બનાવી,
છોડીએ વરસાદમાં,
કોઇ જોતું નથી,
ચાલ  આળોટીએ વરસાદમાં
ગરમ ગરમ ભજીયા
ને વળી પાછા
સુરતી મરચાં
લોકો ભલે કરતાં
તારાં મારાં પ્રેમની ચર્ચા
ચાલને મસ્તીમાં
મહાલીયે વરસાદમાં..

"અશ્વિન ચૌધરી" "વિનાયક"


ચાલને ભુલ ને ભુલવા ની શરુઆત કરીએ


ચાલને ભુલ ને ભુલવા ની શરુઆત કરીએ
વેડફેલા સમય નો નહી.....
બચેલા સમય નો ઊપયોગ બેશુમાર  કરીયે
દર્દ  રાખી હર્દય માં તકલીફ કેમ પારાવાર કરીએ???
ચાલ ને વહાવી દઇએ એને,,,
ચાલ ને વહાવી દઇએ એને,,,
આસુ ઓ ની ધાર કરીએ
હતી તારી... કે હતી મારી "ભુલ" એનો વિવાદ  શાને કરીએ
હતી ભુલ "આપણી",,,,,,,,તો એની શાને ફરિયાદ પણ કરિએ
                                                                              "મુકેશ વાલા"

"કેમ છો, મજામાં?"


મંદિર માં બેસી, છપન્નભોગ આરોગી, ઓડકાર ખાધો,
મંદિરે આવ્યો એક બાળ નાનો, ભૂખ્યો, લઘરવઘર. ગરીબ, બિચારો,
ને તેં , તેને પૂછી નાખ્યું, "કેમ છો મજામાં?"
મંદિરો ના ટ્રસ્ટીઓ બધા, બની બેઠા છે, ભગવાન,
ને તને વેચે છે રોકડા રૂપિયામાં,
ને પાછા તને જ પૂછે છે, "કેમ છો,મજામાં?"
મંદિર બહાર તારો પ્રસાદ વેચાય છે, ને અંદર તું,
ટીકીટો માં, ને રોકડા રૂપિયા માં,
લાવ હું તનેજ પૂછું, "કેમ છો, મજામાં?"
ગાંધીજી ગયા ઉપર, પણ તેને વટાવી ખાનારા,
તકસાધુ નેતાઓ પ્રજાને પૂછે છે, "કેમ છો, મજામાં?"
એક દિવસ એવો જરૂર આવશે, કે નેતાઓ જશે જેલ માં,
ને પ્રજા એને પૂછશે, "કેમ છો, મજામાં?"
પોતાના સ્વાર્થ ખાતર જંગલો કાપી, ફોટા પડાવે વૃક્ષારોપણ ના,
પછી એજ પાછા તૂટેલી ડાળોને પૂછે છે, "કેમ છો, મજામાં?"
લોકોને વેજીટેબલ નો વ્હેંત નથી, ને તારે કિલો ઘી જોયે છે દીવા માં ,
પાછો અમને પૂછે છે, "કેમ છો, મજામાં?"
લોકો ને લંગોટી નો વ્હેંત નથી, ને તારે બાવન ગજ જોઈએ છે તારી ધજા માં,
જવા દે "પ્રવીણ" તને એ નહિ પૂછે, "કેમ છો, મજામાં?"

સ્વરચિત -પ્રવીણ બુદ્ધ લખ્યું તા. ૨૦.૦૯.૦૬