શાહજહાંના ફરમાન સામે એક ચતુર કારીગરે અપનાવી હતી યુક્તિ
તાજમહેલના કેટલાંય પાસે પર દેશ-વિદેશમાં સંશોધનો કરાઈ ચૂક્યા છે. આમાંથી કેટલીય રસપ્રદ વાર્તાઓ સામે આવી છે. મુમતાઝની કબર પર આંસુ પડે છે, તેવું તો આપણે કેટલાંય ગાઈડો પાસેથી સાંભળ્યું છે.
કેટલાંય વિશેષજ્ઞો સાથે વાત કરી તો સામે આવ્યું કે મુમતાઝની કબર પર પડતા આંસુ કંઈ શાહજહાંના નથી, તે તો અહીંયા ચોમાસાનું પાણી છે. શાહજહાંએ તાજમહેલ બની ગયા પછી બધા જ કારીગરોના હાથ કાપી નાંખવાનું ફરમાન જાહેર કર્યું હતું. આ ફરમાન સામે એક ચતુર કારીગરે એક યુક્તિ અજમાવી.
તેણે શાહજહાંને કહ્યું કે તાજમહેલના ગુંબજમાં એક ક્ષતિ છે, તે હજુ પૂરી કરવાની બાકી છે. જેની શાહજહાંએ મંજૂરી આપી દીધી. આ પછી તે કારીગર જાતે જ તાજમહેલના ગુંબજમાં જઈને કાણુ પાડી આવ્યો. આવીને જ્યારે તેના હાથ કપાવવાના હતા, ત્યારે જોર જોરથી તેણે હસીને શાહજહાંને કહ્યું કે જેટલા કારીગરોના હાથ કપાયા છે, તેમના આંસુ હવે વરસાદ રૂપે આ કબર ઉપર પડશે. આ વરસાદના પાણીને અહીંના ગાઇડ શાહજહાંના આસું તરીકે ઓળખાવે છે.
No comments:
Post a Comment