Tuesday, January 25, 2011

ભગવાન પ્રસ્સન થાય ને એક વચન માંગવાનું કહે, અને માંગતા આવડે તો શું થાય ?

ભગવાન પ્રસ્સન થાય ને એક વચન માંગવાનું
કહે, અને માંગતા આવડે તો શું થાય ?

એક વચન માં વાણીયા ની જેમ ઘણું માંગી શકાય.
એક વાણીઓ હતો, કડકો, વાંઢો, અને આંધળો .
એને ભગવાન પ્રસ્સન થયા, એક વચન માંગવાનું કીધું,
વાણીયા એ માંગ્યું,
મારા વચલા દીકરા ની વહુ, વચલી ભોંય ની મેડીએ
અને હેમ નું ગોરીએ છાસ કરે એ નઝરે ભાળું. એટલું આપો.
એમાં એને સુ બાકી રાખ્યું?
વચલો દીકરો થવા માટે લગન થવા જોયે, વચલી ભોંય થવા
માટે ત્રણ માળ નું મકાન જોયે, હેમ ની ગોરી, એટલે સોના નો ગોરી માં
છાસ ક્યારે કરે ? એટલી સમૃદ્દ્ધી અને દુઝાણું પણ માંગી લીધું અને
નઝરે ભાળું એટલે કે આંખ પણ માંગી લીધી
આને માંગ્યું કેવાય. 



No comments: