ચાણકય: 'જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય,
સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય
પોતે ઉદ્યમી હોય,નીતિથી કમાયેલું ધન હોય,ઉત્તમ મિત્રો હોય,
જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય,જેના નોકર-ચાકર આજ્ઞાંકિત,
જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે,ઇશ્વરની ઉપાસના થાય છે,
ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને,પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા
અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે,તે ધન્ય બની જાય છે !
પરિવાર એટલે?
બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય;
સુચન ન હોય પણ સમજણ હોય;
કાયદો ન હોય પણ અનુશાસન હોય;
ભય ન હોય પણ ભરોસો હોય;
...શોષણ ન હોય પણ પોષણ હોય;
આગ્રહ ન હોય પણ આદર હોય;
અને સમ્પર્ક નહિ પણ સંબંધ હોય;
અર્પણ નહિ પણ સમર્પણ હોય...
એ જ સાચો પરિવાર..