Saturday, February 5, 2011

દીકરી દેવો ભવ – પૂ. મોરારીબાપુ


મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
 
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
 
રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
હા, દેશ, કાળ
 અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે :
‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

તું ગાંડો કેવી રીતે થયો ?


ડોક્ટર : " (પાગલને ) તું ગાંડો કેવી રીતે થયો ?"

ગાંડો : " મેં એક વિધવા સાથે લગ્ન કર્યા. તેની યુવાન દિકરી સાથે મારા
બાપે લગ્ન કર્યા તેથી તે મારી મા બની. એના ઘરે દીકરી જન્મી એ મારી
બહેન બની. પણ હું એની નાનીનો પતિ હોવાથી એ મારી પૌત્રી પણ થઈ.
આવી રીતે મારો છોકરો એની દાદીનો ભાઈ થયો અને હું મારા દીકરાનો
ભાણેજ અને મારા પિતા મારા જમાઈ બન્યા અને મારો દીકરો તેનો સાળો....

ડોક્ટર : " એ ચૂપ-ચૂપ તું તો મને ય ગાંડો કરી મૂકીશ."

(via :નવનીત-સમર્પણ )

Billion dollar house of mukesh ambani


We all have dreams to live big, huge houses with the garage full of exotic cars and what not. Well Indian billionaire Mukesh Ambani is living his dream. He is building his billion dollar luxury home. According to the plan, the house will reach to a height of 173.12 meters, which is equal to a 60 storeyed residential building but the building will have only 27 storeys. The house is very impressive with all the latest technology and facilities. Here are some features of the house.
6 floors for parking
The first six floors are for parking only, and for cars belonging only to Ambani’s family. Total space for 168 ‘imported’ cars has been alloted.
A Floor for car maintenance
The Ambanis prefers to have all of their cars maintained at service center located inside the house. The service centre will be set up on the 7th floor.
Entertainment floor
The 8th floor will have an entertainment centre with a mini-theatre and seating capacity of 50.
Balconies with gardens
Rooftop of the mini-theatre will serve as a garden, and just above that, 3 more balconies with terrace gardens will be built.
Health floors
9th floor will a refuge floor,  to be used for rescue in emergency situations whereas two floors above that will be reserved for physical grooming and health. One of the floor will have athletics facilities and a swimming pool, while the other floor will have a health club complete with the latest gym equipment.
For guests
The guests will also live in style. Two storeyed glass fronted apartment are reserved for the Ambani family’s guests just above the health floors. A refuge floor and one floor for mechanical works will be built above these apartments.
Family
The top four floors providing a view of the Arabian Sea and a magnificant view of the city’s skyline, will be reserved for Mukesh, his wife, Mukesh’s mother and their three children.
Air space floor
Two floors above the family’s residence will be maintenance areas, and on top of that will be an air space floor, which will act as a control room for helicopters landing on the helipad above.
Helipad
According to the the plan three helipads are to be built on the terrace.

Funniest Moments That Only Happen In India

india-unik8india-unik3india-unik12india-unik10india-unik2india-unik9india-unik1india-unik3india-unik7

Friday, February 4, 2011

Danny MacAskill - "Way Back Home"

Water or coke???

WATER
>
>  1. 75% of us are chronically dehydrated.
>
>  2. In 37% of us, the thirst mechanism is so
>  weak that it is often mistaken for hunger.
>
>  3. Even MILD dehydration will slow down one's
>  metabolism as much as 3%.
>
>  4. One glass of water will shut down midnight hunger
>  pangs for almost 100% of the dieters studied in a
>  University of Washington study.
>
>  5. Lack of water, the #1 trigger of daytime fatigue.
>
>  6. Preliminary research indicates that 8-10  glasses
>  of water a day could significantly ease back and joint
>  pain for up to 80% of sufferers.
>
>  7. A mere 2% drop in body water can trigger fuzz
>  short-term memory, trouble with b! asic math, and
>  difficulty focusing on the computer screen or on a
>  printed page.
>
>  8. Drinking 5 glasses of water daily decreases the
>  risk of colon cancer by 45%, plus it can slash the
>  risk of breast cancer by 79%, and one is 50% less
>  likely to develop bladder cancer.
>
>  And now for the properties of COKE:>
>  1. In many states (in the USA) the highway patrol
>  carries two gallons of coke in the trunk to remove
>  blood from the highway after a car accident.
>
>  2. You can put a T-bone steak in a bowl of coke and
>  it will be gone in two days.
>
>  3. To clean a toilet: Pour a can of Coca-Cola  into
>  the toilet bowl and let the "real thing" sit for one
>  hour, then flush clean. The citric acid in Coke
>  removes stains from vitreous China.
>
>  4. To remove rust spots from chrome car bumpers: Rub
>  the bumper with a rumpled-up piece of Reynolds Wrap
>  aluminum foil dipped in Coca-Cola.
>
>  5. To clean corrosion from car battery terminals:
>  Pour a can of Coca-Cola over the terminals to bubble
>  away the corrosion.
>
>  6. To loosen a rusted bolt: Applying a cloth soaked
>  in Coca-Cola to the rusted bolt for several minutes.
>
>  7. To bake a moist ham: Empty a can of Coca-Cola
>  into the baking pan, wrap the ham in aluminum foil,and
>  bake. Thirty minutes before the ham is finished,
>  remove the foil, allowing the drippings to mix with
>  the Coke for a sumptuous brown gravy.
>
>  8. To remove grease from clothes: Empty a can of
>  coke into a load of greasy clothes, add detergent,and
>  run! through a regular cycle. The Coca-Cola will help
>  loosen grease stains.
>
>  9. It will also clean road haze from your windshield.
>
>  For Your Info:
>
>  1. The active ingredient in Coke is phosphoric acid.
>  Its pH is 2.8. It will dissolve a nail in about
>  days. Phosphoric acid also leaches calcium from bones
>  and is a major contributor to the rising increase in
>  osteoporosis.
>
>  2. To carry Coca-Cola syrup (the concentrate) the
>  commercial truck must use the Hazardous material place
>  cards reserved for Highly corrosive materials.
>
>  3. The distributors of coke have been using it to
>  clean the engines of their trucks for about 20years!
>
>  Now the question is, would you like a coke or a
>  glass  of water?
>
>  Have A Great Day and Share It! This With Others
>

જીવન શુંછે ? – ફાધર વાલેસ


જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે,પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છેજેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છેકંજુસાઈ છેનફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપોપછી જીવનમાં સારાપાકની આશા કેમ રખાય ?

તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિજીવન ફળ્યું નહિતમે છેતરાયા છોભરમાયા છો,પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છેક્યાં સાહસ કર્યું છે,ક્યાં ભોગ આપ્યો છેક્યાં શ્રદ્ધા રાખી છે તમે ઝંપલાવ્યું નથીઅજમાવ્યું નથી,  જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.

 
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છોસાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છેઆ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમનેએટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી.

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
 જીંદગી જીવવા માટે છેઆમ રોજ રોજ શાને મરો છો?

 દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.
બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે  જીંદગી તો એને જીવી જાણો.

ફાધર વાલેસના વધારે વાચન માટે લોગ ઓન

Indian Government totally online - very useful


* Birth Certificate <http://www.india. gov.in/howdo/ howdoi.php? service=1>
* Caste Certificate <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=4>
* Tribe Certificate <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=8>
* Domicile Certificate <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=5>
* Driving Licence <
http://www.india. gov.in/howdo/ howdoi..php? service=6>
* Marriage Certificate <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=3>
* Death Certificate <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=2>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Apply for:

* PAN Card <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=15>
* TAN Card <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=3>
* Ration Card <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=7>
* Passport <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=2>
* Inclusion of name in the Electoral Rolls <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=10>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Register:

* Land/Property <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=9>
* Vehicle <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=13>
* With State Employment Exchange <
http://www.india. gov.in/howdo/ howdoi.php? service=12>
* As Employer <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=17>
* Company <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=19>
* .IN Domain <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=18>
GOV.IN Domain <http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=25>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Check/Track:

* Waiting list status for Central Government Housing <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=9>
* Status of Stolen Vehicles <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=1>
* Land Records <
http://www.india. gov.in/landrecor ds/index. php>
* Causelist of Indian Courts <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=7>
* Court Judgements (JUDIS ) <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=24>
* Daily Court Orders/Case Status <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=21>
* Acts of Indian Parliament <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=13>
* Exam Results <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=16>
* Speed Post Status <
http://www.india. gov..in/howdo/ otherservice_ details.php? service=10>
* Agricultural Market Prices Online <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=6>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Book/File/Lodge:

* Train Tickets Online <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=5>
* Air Tickets Online <
http://www.india. gov..in/howdo/ otherservice_ details.php? service=4>
* Income Tax Returns <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=12>
* Complaint with Central Vigilance Commission (CVC) <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=14>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Contribute to:

* Prime Minister's Relief Fund <
http://www..india. gov.in/howdo/ otherservice_ details.php? service=11>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Others:

* Send Letters Electronically <
http://www.india. gov.in/howdo/ otherservice_ details.php? service=20>
* Search More - How do I <
http://www.india. gov.in/howdo/ advancedsearch. php

Recently Added Online Services

* Tamil Nadu: Online application of marriage certificate for persons having registered their marriages <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2691>
* Tamil Nadu: Online District wise soil Details of Tamil Nadu <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2693>
* Tamil Nadu: View Water shed Atlas of Tamil Nadu <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2694>
* Tamil Nadu: E-Pension District Treasury Tirunelveli <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2695>
* Meghalaya: Search Electoral Roll Online by Name (2008) <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2697>
* Meghalaya: Search Electoral Roll Online by EPIC number (2008) <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2698>
* Meghalaya: Search Electoral Roll Online by House number (2008) <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2699>
* Himachal Pradesh: Revised Pay and Arrears Calculator-Fifth Pay <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2702>
* Meghalaya: Search Electoral Roll Online by Part number (2008) <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2700>
* Andhra Pradesh: Online Motor Driving School Information <
http://www.india. gov.in/howdo/ onlineservice_ detail.php? service=2705
Global Navigation 

* Citizens <
http://www.india. gov.in/citizen. php>
* Business (External website that opens in a new window) <
http://business. gov.in/>
* Overseas <
http://www.india. gov.in/overseas. php>
* Government <
http://www.india. gov.in/govt. php>
* Know 
India <http://www.india. gov.in/knowindia .php>
* Sectors <
http://www.india. gov.in/sector. php>
* Directories <
http://www.india. gov.in/directori es.php>
* Documents <
http://www.india. gov.in/documents .php>
* Forms <
http://www.india. gov.in/forms/ forms.php>
* Acts <
http://www.india. gov.in/govt/ acts.php>
* Rules <
http://www.india. gov.in/govt/ rules.php>
* Schemes <
http://www.india. gov.in/govt/ schemes.php>
* Tenders <
http://www.india. gov.in/tenders. php>
* Home <
http://www.india. gov.in/default. php>
* About the Portal <
http://www.india. gov.in/aboutthep ortal.php>
* Site Map <
http://www.india. gov.in/sitemap. php>
* Link to Us <
http://www.india. gov.in/linktous. php>
* Suggest to a Friend <
http://www.india. gov.in/suggest/ suggest.php>
* Help <
http://www.india. gov.in/help. php>
* Terms of Use <
http://www.india. gov.in/termscond tions.php>
* Feedback <
http://www.india. gov.in/feedback. php>
* Contact Us <
http://www.india. gov.in/contactus .php>
* Accessibility Statement <
http://www.india. gov.in/accessibi litystatement. php


.....If you don't like something, change it. If you can't change it, change your attitude. Don't complain.

મને ગોકુળ કહે તો તને મારા સોગંદ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.


કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;


જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.


વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.


મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.


- હરીશ મિનાશ્રુ

Thursday, February 3, 2011

PASS IT ON TO YOUR FRIENDS WHO TRAVEL.....


Unbelievable , but please be aware AND pass it on to colleagues
All those who travel a lot, please be very, very careful.
Read ahead...

An Indian was detained in Bgk for stealing a box of cigarettes in a duty-free shop in Bgk International Airport . He had paid for  chocolates and a carton of cigarettes. The cashier put a packet of cigarettes extra into his bag and he thought it was a free pack. He was arrested for shop-lifting and the Thai Police extortion price was  30,000 Baht for his release. He spent two nights in jail and paid 500  Baht for an air-conditioned cell, 200-300 baht for each visitor and  11,000 baht for his final release. The Police shared the money in front of his eyes. On top of that, he was charged in court and fined 2,000 baht by the magistrate and handcuffed and escorted to his plane.
His passport was stamped "Thief". While there, his relatives requested  help from the Indian Embassy and was told that they are helpless, many Asians are victimized similarly daily and letters and phone-calls to  the Thai authorities are ignored. He shared a cell with a Singaporean the first night who paid 60,000 baht for his release. The second night  was a Malaysian national who paid 70,000 baht.

Mind you this was not in a shanty shop in downtown Bgk but in a duty free shop at the Bgk Int'l Airport . BE WARNED.
The above is 100% correct information because Mr.Rajan Khera's
customer from India faced exactly the same scenario mentioned above when he was in transit at Bgk Int'l Airport coming to Taipei .

Someone who went through the same ordeal in Dub. He bought stuff at  the Duty Free upon entering. The girl at Duty Free put a bottle of cologne in his shopping bag (he did not even see it happen). He was arrested for stealing (this is before he even picked up his luggage).
He sat at the airport jail where he was harassed for the whole day. NO FOOD, NO WATER for one day and only after he paid a fine (bribe of US 500...). That is all the cash he had in his pocket at the time. They let him go. These are scams that are happening all over the place.


Please BE CAREFUL! All of this is pre-planned and the people who work at the airport know who to target.
Unbelievable but apply caution.... the duty free employees
intentionally put extra items to scam the passenger and we think that India is the most corrupted one.....

ALWAYS TAKE A RECEIPT FOR ANY FREE GIFT THAT THE DUTY FREE SHOP GIVES.
PLEASE BE CAREFUL AND WATCHFUL WHEN YOU ARE BEING BILLED AND ITEMS PACKED IN INTERNATIONAL AIR PORTS (DUTY FREE SHOPS).

Wednesday, February 2, 2011

Tuesday, February 1, 2011

મરીઝ

જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.



એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.



આજે આ કેમ સ્વર્ગમાં ગમતું નથી મને !
આવ્યા હશે કદાચ એ મારી કબર સુધી.



અલગારી તારું દિલ છે,ઉપાશક છે રૂપનો
તારા મરીઝ,કેવા અજબ રંગઢંગ છે

પ્રેમ એક જ છે સનાતન છે,અચલ છે ઓ મરીઝ
રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઇએ છીએ

ભાષાની શી વિષાત છે,શબ્દોનું શું ગજું
આંસુઓ જે દરદ બતાવી નહીં શકે

બીજા બધા રસ્તાની માફક આ તારી ગલીનો રસ્તો છે
સમજાતું નથી કે ખાસ મને લાગે છે એ ન્યારો શા માટે?

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

ભેદ મારા છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું છે એ કે છે જનમ કે અવતાર;
મયખાનામાં યે સાચા શરાબી છે જૂજ,
મસ્જિદમાં યે છે સાચાં નમાઝી બે-ચાર.

શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
હાથે કરી તકદીરને તોડું છું હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

આપણાં આભૂષણો અને વિજ્ઞાન

આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે.

પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:- સ્નાયુઓની પીડા રોકે છે, રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે. જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

ઝાંઝર, કડા અને પાયલ:- પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.માસિક ધર્મ નિયમિત બનાવે છે. પગને શ્રમ ઓછો પડે છે.
કમર પટ્ટો કે કંદોરો:- કમરનાં દર્દો દૂર કરે છે. માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હરણિયાની તકલિફને દૂર કરે છે.

અંગુઠી કે વીંટી:- હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

હાથની બંગડીઓ અને કડા:- બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. તોતોડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

બાજુબંધ પોંચી:- કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:- આંખની જ્યોતિ વધારે છે. કંઠમાળનો રોગ નથી થતો. અવાજ સૂરીલો બને છે. માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:- કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

નાકની નથણી, ચૂંક કે સળી:- કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

માથાનો ટીકો:-આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી, હીરા, મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે, ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. આમ માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે 

છે


નિવૃતિ

થયું છાપરૂં થોડુંક સફેદ ને
વયની થઈ ગઈ જો સાડી પુરી
બા અદબ, બા મુલાયઝા, હોંશિયાર
ઘડપણની આવી પુગી છે સવારી

વર્ષોના અનુભવમાં હું જે પામ્યો
થયું, લાવ કરૂં વ્હેંચવાની વૃત્તિ
તન, વાચા, પ્રજ્ઞા, બધું અકબંધ
પણ કાયદો કહે, બસ નિવૃતિ
પગાર બંધ, ને મળશે પેંશન
કેટલું ? ક્યારે ? એનું જ હવે ટેંશન

થઈ જે બચત, એટલી જ રહેશે
હવે તો ફક્ત, ઉંમર જ રહેશે
રોજ વાંચો છાપાના પ્રત્યેક પાના
સામાયિક, ચોપાનીયાનો કાઢો સાર
શોધી કાઢી કોઈ સમદુઃખિયાને
મારો બગીચામાં લાંબી લટાર

સમય તમારો બસ થાશે વેરી
કલાક થાયે મિનિટ એકસો બાર
જુઓ ટીવીની અગણિત સિરીયલો
તો પણ સમય ના થાશે પસાર

તન સાબુત, લઈ પંડની કાવડ
કરી લો શક્ય હોય એટલી જાત્રા
છે બલિહારી આ સદીના શ્રવણોની
કે અહીં તો વૃદ્ધાશ્રમો ઉભરાતા
થાયે સાર્થક નિવૃત્તિ, જો કરો
અન્યના કામ પ્રેમ, નિષ્ઠા ભાવે
” નવરા બેઠા સૌ નખ્ખોદ વાળે”
એવું તમને કહેવા કોઈ ના’વે

કવિશ્રી:- કિશોરભાઈ કણિયા
એમના પુસ્તક ‘સ્મરણ’ આધારિત

vividh

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

-અનિલ ચાવડા



ઇધર મંદિર, ઉધર મસ્જીદ , વહાં ગિરજા,
તેરા જી ચાહે, જહાં, વહાં ગિરજા.

કોઈ એ રાધા ને પૂછ્યું, " ક્રીસ્ન વિના હવે તને કેમ છે?"
રાધા મલકી ને બોલી "ક્રીસ્ન નથી", એ તો તને વ્હેમ છે.



બારણે ઉભા રહી નજરથી જમીન ખોતરવી આપને ન શોભે
આવતા રો,ઘરમાં,આ દરવાજા તમારા આગમને જ શોભે



દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે



હમેશા સમજ્હોતા કરના સીખો,
ક્યુકી થોડા સા જુક જાના,
કિસી રિશ્તે કો હમેશા કે લીયે,
તોડ દેને સે બહુત બેહતર હે



તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે..
-મનહરલાલ ચોક્સી



૧૯૮૫ માં કોઈ મેમાન ઘરે આવતા તો પૂછતાં
કેમ છો મજામાં ? છોકરાવ નું ભણવાનું કેવું ચાલે છે ?
૨૦૧૦ માં મેમાન ઘરે આવી ને તરત પૂછે છે
તમારી પાસે ઝીણી પીન વારું ચાર્જર છે ?



વ્યહવાર નથી બદલાતો, સંજોગ બદલાય છે.
માણસ નથી બદલાતો, તેનો અભિગમ બદલાય છે
કોઈ ભીડની વચ્ચે જ્યારે કોઈની ખોટ વરતાય છે
ત્યારે સંબંધની કિંમત સમજાય છે.



‘સંતાનો જો શક્તિશાળી હશે તો તેમને તમારાં પૈસાની જરૂર નથી અને નપાવટ હશે તો તેઓ પૈસાને લાયક નથી.
 તેથી જ સત્ય એ છે કે સંતાનો કંઈક કરી શકે એટલું જ મૂકી જજો પણ તેમને કંઈ કરવું જ ન પડે એટલું મુકતા નહી


મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
- અશરફ ડબાવાલા