લ્યો ને ફરી ધડાકા ....
ધ્રુજી ધરા , ફફડ્યા પારેવાં
હાફ્યાં ફેફસાં ,ફડક્યા કાળજા
ચુન્થાયેલી પેશીઓ ,વિન્ખાયેલા વાળ
ફૂટેલા કાચ ,ફાટેલી છત્રી ,ફેન્દાયેલા માળા
ફાટી ગયેલી આંખો ને કપાયેલી પાંખો
આતંકની આગ નાં લપકારા
કેવા લાલઘૂમ અંગારા !
લ્યો ને ફરી ધડાકા ...
"કેમેરા" "સાઉન્ડ "ને લાલ લાઈટના લબકારા
સાઈરનોની ચીસાચીસ ને બ્લુ લાઈટોની દોડાદોડ
'કહા હુઆ' , 'કૈસે હુઆ' , 'ક્યા હો સકતા હૈ'
'આપ કો ક્યા લગતા હૈ', 'આપ કહા થે' ની કશ્મકશ
નવલા નિવેદનોના નગારા
અપીલોના આફરા ,આક્ષેપો ની હરીફાઈઓ
'મોટા'ઓના મસ્ત તાબોટા
'નાના'ઓ નાં નર્યા નિસાસા
સમર્થ સૂત્રોચ્ચારોનાં સૂસવાટા
વાહ ,રેલીઓ નાં રંગીન રાફડા !
લ્યો ને ફરી ધડાકા ...
સબ સલામત છે, ક્યા કશુય સુમસામ છે ?
હા રાખ કેરી ઢગલી ઓ છે
વિફરેલા મોજાં ને કોપ ભર્યો અરબી
અવળી આગેવાની નાં અળસિયા
મૂઆ મફત માં ગાય મરશીયા
બંધ કમરામાં એ સી ઘૂઘવે છે
ખંધી ખાદી ખીલખીલાટ કરે છે !
રંગીલી રાત ફરી થઇ રોશન છે
મહેફિલોમાં ગુલશન ગુલતાન છે
જામ લઈને ખડી શબનમ છે
મલકતો દુશ્મન હજી ય અણનમ છે
No comments:
Post a Comment