ઘણા કિસ્મત માં માને છે ને ઘણા કિસ્મત ને મજાક સમજે છે પણ કિસ્મત ને હું માનું છું કારણ કે કિસ્મત એ દિલ ને દિલાસો આપવાની દવા છે.
અને તમે પુરુષાર્થ વગર જો કિસ્મત ને આધારે છોડી દયો તો કિસ્મત લાચાર છે.રોજ સવારે ઉઠી ને જો ઈશ્વર ને માનતા હોઈએ તો એક જ પ્રાર્થના કરવામાં હું માનું છું કે મારા જીવન માટે
" હે પ્રભુ મહેનત તો મારે કરવાની જ છે ને તેનું ફળ તારે આપવાનું છે પણ મારી મહેનત ના પ્રમાણ માં આપી દેજે . હું ખુશ રહીશ.અને મારી ઉધારી કઈ બાકી હોઈ તો તું વસુલ કરી લેજે પણ તું મારું ગાડું ગબડવા દેજે. એટલું તો તું આપ્યા કરજે.એવું ના બને કે સરવેયું ખોટ માં જ આવીને ઉભું રહે ને તારી ને મારી વચ્ચે અવિશ્વાસ માં વધારો થાય."
.....પણ હું મુર્ખ હોઈશ હું કે હું મહેનત કર્યા વગર મેળવવાની કોશિશ કરીશ... તો મારી મૂર્ખતા ને લોકો હસતા હશે ને હું ઈશ્વર ને દોષ આપતો હોઈશ. તને ખોટો દોષ આપીને મારે તને બદનામ નથી કરવો ને તે નથી આપ્યું તેને મારે આગલો હિસાબ બાકી હશે એમ સમજવાની જરૂર છે.
તું એટલી માને શક્તિ આપજે કે હું ભલા બુરા નો વિચાર કરી શકું. તું મને એટલી તાકાત આપજે કે હું પહાડ ને તોડી શકું ને હું એક સુંદર રસ્તા નું નિર્માણ કરી ને તારા મંદિરે એ રસ્તે આવી શકું.
તું મારા હોંસલા એટલા બુલંદ રાખજે કે હું મારા જીવન ને જીવી ને રાખ થઇ જાઉં પણ કોઈ ના કપડે ડાઘ બનીને જીવું નહિ.
તું મને એવું વરદાન આપજે કે હું વગર મહેનતે લઈને દાનવીર ના બનું. હું મારી મહેનત નું દાન કરું કરું એવી સમજણ આપજે.
તું એટલો વિશ્વાસ ભરી દેજે મારામાં કે ગમે એટલી મુશ્કેલ ઘડીમાં પણ મારા ચહેરા પર નાનકડું એવું સ્મિત હમેશા ઝલકતું રહે.
તું મને એટલો તવંગર ના બનાવજે કે કોઈ નો ખ્યાલ કાર્ય વગર હું મારા મોહમાં જ ડૂબી ને નાશ પામું.
તું મને એટલી સમજણ આપજે કે જે કરું છું તે કઈ ફરજ વગર નથી કરતો.હું જે કઈ કરું છું તે મારી ફરજ ના ભાગ રૂપે જ કરું છું એવા અહેસાસ સાથે મારું જીવન પાર થઇ જાય.
તું મને એવી રીતે જીવાળજે કે હું કે મોતની મને બીક ના લાગે . ભલે કાલે આવતું હોઈ તો હું આજે આવે .એવી ખુમારી ભરી દેજે.
તું મારી ખુમારી કદી તુટવા ન દેજે. મને કોઈ વસ્તુ અશક્ય લાગે એવું લાગવા ન દેતો.
તું મને તારો ગણી ને રાખજે આટલું માગું છું એ હું તારી પાસે માગણ ભિખારી બની ને નથી માગતો પણ હું તો તારો થઇ ને માગું છું.અને તનેય અહેસાસ થશે કે મારો કદી માગણ ભિખારી નથી હોતો.
તું રામ હો કે અલ્લાહ હો કે પછી જીસસ કે ગુરુ નાનક હો એ નામોની યાદી મારે જોવી નથી પણ તું કઈક તો છે ને તું સહું નો છે અને હું મંદિર માં પૂજા કરું કે મસ્જીદ માં બંદગી કરું કે દેવળ માં જઈ ને પ્રાર્થના કરું તો તું કબુલ ફરમાવી લેજે.
તું ક્યાં છે એની જરૂર નથી કારણ કે તને શોધવાથી તું તો ઉપર બેઠો બેઠો બહુ કામ માં વ્યસ્ત રહે છે.
બસ તો બાકી તારી પાસે કઈ આપવા જેવું હોઈ બાકી હોઈ તે આપી દેજે પણ પેલી વાત ભૂલી ના જતો તારે ને મારે કઈક સંબંધ છે જ કારણ કે તે જ મને મોકલ્યો છે તો તું પાછો જરૂર બોલાવીશ.
તું છૂટ માં છે ને હું તો બંધન માં છું મારા ને તારામાં. એ ભેદ મિટાવી દેજે

No comments:
Post a Comment