Tuesday, August 16, 2011

Summary of all scams in India since 1947


Here is a summary of all scams since independence. These may not be the only ones. These are the ones that were caught and brought to the notice of the public.
In total, this is coming upto Rs. 910,603,234,300,000, which is equal to USD 20.23 trillion. With this huge amount, India will become a super-power overnight and can permanently kill all social problems mainly poverty and unemployment.
Take a detailed look at the list. Great work by the person who compiled it.
Forward this to all Indians!! Others also have a right to know where their money is going..
--
"Apologizing does not mean that you are wrong and the other one is right...
It simply means that you value the relationship much more than your
 ego"

Sunday, August 14, 2011

પહેરી જરકસી જામા કાશ! પ્રભુ મળી જાય સામા;

પહેરી જરકસી જામા કાશ! પ્રભુ મળી જાય સામા;
બેધડક કહી દઉં હું પ્રભુ તમે તો છો સાવ નકામાં.

ખોટો તમારા વાયદા, છે તમારા અંદાજ અલાયદા;
માણસો મરે ભૂખે,તમને ચઢે છપ્પન ભોગના વાના.

ફરે બાળ નાગા પૂંગા તારા ભલે હોય ટાઢ કે તડકો;
કહો ભગવાન મારા,તમને શોભે કેમ જરકસી જામા?

સળવળે લાખો ઘરોમાં ઘોર અંધકાર હર કાળ રાતે;
તો ય મણ મણ ઘી પુરાઈ તમારા અખંડ દિવામાં.

રડી રડી તમને વીનવ્યા, મનાવ્યા કે આવો પાછાં;
ન આવ્યા,ન દેખાયા,કોણ રાખશે હવે અમને છાના?

નથી તમે મંદિરમાં, ન મસ્જિદમાં ને નથી દેવળમાં;
નથી તમે કોઈના દિલમાં,છે ખોટા તમારા સરનામાં.

ચોર્યું હતું માખણ, ફોડી’તી મટકી, વાહ ભાઈ વાહ!
ક્યાં સંતાય ગયા પ્રભુ તમે કરી અવનવા કારનામાં?

નથી તમારો છે કોઈ અતો પતો, ન કોઈ નિશાની;
ને તો ય લખ્યા રાખું ખત સતત તમને હું નનામા.

હતી તમારે છપ્પન હજાર પટ્ટરાણી,ને ઉપરથી રાધા;
તો પ્રભુ દઈ દો નટવરને ય તમે એક વરણાગી વામા
.

Friday, August 5, 2011

આ રીતે ભૂલાવી દો દર્દભરી યાદોને ! પછી માણો જીવન


પીડાદાયક સ્મૃતિઓ(યાદ)ને ભૂલાવી દેવી જ બુદ્ધિમાની છે અને સારી વાતોને યાદ રાખવી સમજદારી છે,પરંતુ આ સારી વાતો સાચા સમયે આચરણમાં ન ઊતારવામાં આવે તો આ બોઝ બની જાય છે. કેટલીક ઘટનાઓ જીવનમાં એવી હોય છે તેને જો ન ભૂલાવવામાં આવે તો માનસિક પરિતાપમાં આપણને પટકી દે છે.

એક ઘટના પછી અનેક વિપરિત ઘટનાઓને જન્મ આપનારી હોય છે. એટલે અપ્રિય પ્રસંગોને તત્કાલ વિસ્મૃત કરો. તેને યાદ રાખવાનું નામ છે ચિંતા. ચિંતા કરનાર આદમી કેટલોક સમય અવસાદમાં ચોક્કસપણે ડૂબી જાય છે. પ્રિય અને સારી સ્થિતિઓ સદ્ઉપયોગ માટે હોય છે. પોતાના શુભ કર્મોને એક જગ્યાએ પોતાની સ્મૃતિમાં સ્ટોકની જેમ જ રાખવા જોઈએ અને તેનો ઉપયોગ ભવિષ્યમાં કરતા રહેવું જોઈએ.

ચાર રીતે પોતાના શુભ કર્મોને બીજાની પ્રત્યે ઉપયોગ કરો. પહેલો, પોતાના કરતા નાની ઉંમરના લોકોને પોતાના શુભ કામ જોડો, તેનાથી સ્નેહ વધશે. પોતાની સમાન વ્યક્તિ જેમ કે-દોસ્ત, પતિ-પત્નીથી શુભ કામ સાથે જોડાઈને પ્રેમનું રૂપ લઈ લે છે. ત્રીજો પ્રકાર છે પોતાની સાથે મોટા લોકો અર્થાત્ માતા-પિતા, ગુરુ, સમાજના વૃદ્ધજન તેની પ્રત્યે જોડાયેલ શુભકર્મ શ્રદ્ધાનું રૂપ લઈ લે છે.

જેવું આપણુ શુભકામ ચોથા ચરણમાં પરમાત્મા સાથે જોડાય છે, બસ, પછી તો તેને ભક્તિ જ કહેવું પડશે. એટલે અશુભ, અપ્રિય અને અનુચિત બનેલી ઘટના કે દુર્ઘટના કે વ્યવહારને વિસ્મૃત કરો કે ભૂલી જાઓ તથા શુભને યાદ રાખીને તેને આ ચાર ચરણોમાં સદઉપયોગ કરો. તેનો સીધી સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે. શું ભૂલવું છે અને શું યાદ રાખવું તે પોતાની રીતે એક ઈલાજ છે. તમે ચિંતામુક્ત થયા અને તમને કર્મો સફળતાની યાત્રા શરૂ કરી દીધી. એવું માનીને ચાલો અને આરંભ કરો, જરા હસો...

આ 9 મુશ્કેલીઓ જે સફળતા અને ઈશ્વરથી દૂર રાખે છે !

ઈશ્વરને મળવા કે જ્ઞાન મેળવવાના અનેક માર્ગો છે. જેટલા ધર્મ એટલા માર્ગ. એટલું જ નહીં તત્વજ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે, દરેક મનુષ્યના માર્ગ અલગ-અલગ હોય છે. પ્રારબ્ધ, સંસ્કાર અને પ્રકૃતિ અનુસાર જ મનુષ્યની પાત્રતા બને છે. એક જ રસ્તા પર ચાલીને બધાને આત્મજ્ઞાન થઇ જાય તે જરૂરી નથી. પણ ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં જે અડચણો છે તે લગભગ બધા સાધકોને સમાન રૂપે નડે છે. સમસ્યા કે શત્રુ જ્યાં સુધી સામે નથી હોતા, તેમને દૂર કરવા સંભવ નથી. તો આવો જાણીએ એ કારણોને જે ઈશ્વર મિલનમાં સહુથી મોટા પથ્થર સમાન છે...

1-અકર્મણ્યતા – જ્યાં સુધી લક્ષ્યને મેળવવા માટે પૂર્ણ સમર્પણ અને લગન સાથે સતત કાર્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી સફળતા નહીં મળે.

2-સંશય – જ્યાં સુધી પોતાના માર્ગ, લક્ષ્ય અને ઈષ્ટ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ નહીં બને ત્યાં સુધી સફળતા દૂર રહેશે.

3-પ્રમાદ- બેદરકારી હશે ત્યાં લક્ષ્યની પ્રાપ્તિ સંભવ નથી.

4-આળસ- જ્યાં સુધી આળસ રહેશે ત્યાં સુધી મંજિલ આપનાથી દૂર ભાગશે.

5-અવિરતિ – એટલે કે શારીરિક ભોગોમાં રસ રહેશે તો લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત નહીં થઇ શકે.

6-ભ્રાંતિ – અધૂરું અને ભ્રામક જ્ઞાન પણ સાધકને સાચા માર્ગ પરથી ભટકાવી દે છે.

7-અલબ્ધ ભૂમિકત્વ – એટલે કે પૂર્ણ એકાગ્રતા અને સ્થિરતા ન હોય તે પણ એક મોટી અડચણ છે.

8-વિઘ્ર – ચિત્ત એટલે કે મનનું નિયંત્રિત અને પ્રશિક્ષિત ન હોવું એ પણ સાધનામાં મોટી બાધા છે.

9-સ્ત્યાન –અર્થત અસ્વાસ્થ્યઃ- એટલે કે વ્યાધિ. ઉત્તમ સ્વાસ્થ્યના અભાવમાં ઈશ્વરને મેળવી શકાતા નથી.

Tuesday, August 2, 2011

business tips


Prove It

Don’t just tell people about the benefits of your offering. Give them proof. 
A Customer Story is the Strongest Proof You Can Offer

Clearly demonstrate how an existing customer has experienced a tangible gain from using your product.

People are more likely to accept a solution if others like them have already accepted that same solution. The more the customer in your story shares in common with your potential buyer, the more persuasive this will be.
-------------------------------------------------------------------------

Name It, Frame It, Claim It

Without a name, strategies, decisions, and behaviors are abstract concepts. But when names are attached, complex situations such as “bait and switch”, “superiority complex”, or “Achilles’ heel” are instantly understood. 
To Dramatically Improve Your Understanding of a Situation, Give it a Name

Names help us learn, make sense of, and take control of a situation. The framework provided by a name improves our ability to quickly recognize and respond to that situation in the future.
-------------------------------------------------------------------------------------------

Don’t Put All Your Efforts into Your Own Web Site

75% of your efforts on the web should be off of your own site. 
It’s Not What You Say, It’s What Others Say About You

Whatever your business, there are social networks, blogs, and forums where your target market is already spending time. Contribute to these communities, and you will create roads leading back to your own site. 

A company’s web site should be a hub. The more connections to your hub, the more visible you will be.
-------------------------------------------------------------------------------------------

....... ફરી ધડાકા..... by Vinubhai Patel Vjp (my friend)


લ્યો ને ફરી  ધડાકા ....
ધ્રુજી ધરા , ફફડ્યા પારેવાં 
હાફ્યાં ફેફસાં ,ફડક્યા  કાળજા 
ચુન્થાયેલી પેશીઓ ,વિન્ખાયેલા વાળ 
ફૂટેલા કાચ ,ફાટેલી છત્રી ,ફેન્દાયેલા માળા 
ફાટી ગયેલી આંખો ને કપાયેલી પાંખો
આતંકની આગ નાં લપકારા 
કેવા લાલઘૂમ અંગારા  !


લ્યો ને ફરી  ધડાકા ...


"કેમેરા"  "સાઉન્ડ "ને લાલ લાઈટના લબકારા 
સાઈરનોની ચીસાચીસ ને બ્લુ લાઈટોની દોડાદોડ 
'કહા હુઆ' , 'કૈસે હુઆ' , 'ક્યા હો સકતા હૈ' 
'આપ કો ક્યા લગતા હૈ', 'આપ કહા થે' ની કશ્મકશ    
નવલા નિવેદનોના નગારા 
અપીલોના આફરા ,આક્ષેપો ની હરીફાઈઓ  
'મોટા'ઓના મસ્ત તાબોટા 
'નાના'ઓ નાં નર્યા નિસાસા
સમર્થ સૂત્રોચ્ચારોનાં સૂસવાટા 
વાહ ,રેલીઓ નાં રંગીન રાફડા  !

લ્યો ને ફરી  ધડાકા ...

સબ સલામત છે, ક્યા કશુય સુમસામ છે ?
હા રાખ કેરી ઢગલી ઓ છે  
વિફરેલા મોજાં ને કોપ ભર્યો અરબી 
અવળી આગેવાની નાં અળસિયા 
મૂઆ મફત માં ગાય મરશીયા 
બંધ કમરામાં એ સી ઘૂઘવે છે 
ખંધી ખાદી ખીલખીલાટ કરે છે !
રંગીલી  રાત ફરી થઇ રોશન  છે  
મહેફિલોમાં ગુલશન ગુલતાન  છે 
જામ લઈને ખડી શબનમ છે 
મલકતો દુશ્મન  હજી  ય અણનમ છે   

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ, 
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ. 
ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ. 
માવજત માળીની બસ વીસરાઈ ગઈ. 
વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
 ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.
 કોણ પડછાયા ઉપાડી જાય છે ? 
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ. 
સોયમાં દોરાને બદલે બા હતી, 
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ. 
મેં ગુમાવી એમ મારી મુગ્ધતા, 
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઈ. 


ગૌરાંગ ઠાકર